GovernmentInfrastructureNEWSUpdates

ફાળવણી:અમદાવાદ મેટ્રો માટે ગ્રાન્ટ કરતાં 457 કરોડ વધુ ખર્ચ, 3023 કરોડ ફાળવાયા, ખર્ચ 3480 કરોડ

  • અગાઉ 2 કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઈ છે

અમદાવાદ શહેરમાં અને અમદાવાદ -ગાંધીનગર વચ્ચેના ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવવાની હેતુથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં છેલ્લા 5 વર્ષમાં રાજય સરકારે રૂ. 3023 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જયારે રૂ. 3480 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં રૂ. 115.84 કરોડના જમીન ફિલિંગ અને સ્ટીલ જથ્થાના તફાવતના 2 કૌભાંડ પણ થયા છે. મેટ્રોના વહીવટી તંત્રને મળેલી ગ્રાન્ટ કરતા રૂ. 457 કરોડનો વધારે ખર્ચ કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મેટ્રોના કામગીરી દરમિયાન રૂ. 115.84 કરોડની ગેરરીતિ બહાર આવી હતી. આ ગેરરીતિમાં સંડોવાયેલા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયું છે અને અત્યારે કેસ કોર્ટમાં ચાલવા પર હોવાનો જવાબ પણ સરકારે વિધાનસભામાં આપ્યો છે.

રૂ. 115.84 કરોડના 2 કૌભાંડમાં પોલીસ ફરિયાદ : મેટ્રો પ્રોજેકટમાં જમીન ફિલિંગને લગતા કામમાં રૂ. 115.84 કરોડનો સ્ટોક તફાવત આવતા કંપની દ્વારા જવાબદારો સામે તા.1 એપ્રિલ,2015ના રોજ પોલીસ ફરિયાદ કરાઈ હતી.

ઉપરાંત સ્ટીલના જથ્થામાં 2.62 કરોડનો તફાવત આવતા તેમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. એકંદરે કુલ રૂ. 115.84 કરોડની રકમનું કૌભાંડ બહાર આવતા કંપનીએ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

5 વર્ષમાં ફાળવાયેલી અને વપરાયેલી ગ્રાન્ટ

વર્ષવાર ફાળવાયેલી રકમરૂ.(કરોડમાં)ખર્ચ રકમ રૂ.(કરોડમાં)
1 એપ્રિલ,2013થી 31 માર્ચ,2014550362.46
1 એપ્રિલ,2014થી 31 માર્ચ,2015150226.37
1 એપ્રિલ,2015થી 31 માર્ચ,2016633.26452.38
1 એપ્રિલ,2016થી 31 માર્ચ,20176511112.67
1 એપ્રિલ,2017થી 31 માર્ચ,20181038.811326.38
કુલ3023.063480.26

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

7 Comments

  1. Pingback: jazz bossa cafe
  2. Pingback: naga356
  3. Pingback: fox888
  4. Pingback: BIPOC
  5. Pingback: view coupons
Back to top button
Close