GovernmentNEWS
જમીન માફિયાઓ હવે ખૈર નથી, રાજ્યભરમાં એક માસમાં 34 જમીન માફિયા સામે કેસ થયા
ભૂમાફિયાઓને અંકુશ લેવા માટે ગુજરાત સરકારે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, છેલ્લા એક મહિનામાં રાજ્યભરમાં 34 જમીન માફિયા સામે કેસ નોંધાયા છે. ગુજરાતમાં જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રચાયેલા પ્રિવેન્શન લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ છેલ્લા એક માસમાં કુલ 647 ફરિયાદો નોંધાઈ હતી. તપાસ દરમિયાન કુલ 16 કિસ્સાઓમાં અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. આ ઉપરાંત 49 કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા કેલક્ટરે સુઓ મોટો સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી છે. 16 કેસમાં કુલ 34 લોકો સામે કેસ થયા છે. તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1.35 લાખ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
10 Comments