GovernmentNEWS
કોરોના વેક્સીન થોડાક અઠવાડિયામાં આવશે, રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવશે તેજીનો તોકાર
Covid-19 vaccine to be ready soon in India.
કોરોના સ્થિતિ અંગેની આજે મળેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જાહેરાત કરી હતી કે, હવે થોડાક અઠવાડિયામાં કોરોના વેક્સીન આવી જશે. અને પ્રથમ તબક્કામાં વેક્સીન ડોઝ બીમાર વૃદ્ધો, સિનિયર સીટીઝનો, ફ્રેન્ટલાઈનર્સ કોરોના યૌદ્ધા અને હેલ્થવર્કસને આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતથી ભારતવાસીઓમાં એક આશાવાદ ઊભો થયો છેકે, હવે બજારમાં કોરોના વેક્સિન આવશે. તમામ પ્રકારના માર્કેટ ફરી ધમધમતા થશે. જેમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરમાં તેજી આવશે. કારણ કે, કોરોનાને કારણે આ સેક્ટરમાં તો ખરેખર ભાંગી પડ્યું હતું. પરંતુ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ અનેક સહાયક યોજનાના માધ્યમથી દેશમાં રોજગાર આપવામાં દ્રિતિય ક્રમાંકે આવતા રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરને જીવંત રાખ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments