Big StoryGovernmentNEWSVIDEO

વડાપ્રધાન મોદીએ કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટનું કર્યું અવલોકન, ડૉ. બિમલ પટેલ અને પી.એસ.પટેલ રહ્યા ઉપસ્થિત.

Prime Minister Narendra Modi dream project Kashivishwanath.

કુલ 50,261 વર્ગમીટર ક્ષેત્રફળમાં આકાર પામી રહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કાશી-વિશ્વનાથનું નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. અહીં મહત્વનું એ છેકે, અત્યંત મહત્વનો અને ખૂબ જ પડકારરુપ કાશી વિશ્વનાથ પ્રોજેક્ટના નિર્માંણકાર્યની જવાબદારી ગુજરાતની નામાંકિત અને કંસ્ટ્રક્શન ક્વૉલીટી અને ટાઈમફ્રેમમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં પ્રથમ ક્રમાંકે આવતી PSP PROJECTS LTD. ને મળી છે. તો, ડીઝાઈન અને આર્કીટેક્ટ અંગેની જવાબદારી ગુજરાતની નામાંકિત કંપની HCP DESIGN ને મળી છે. જે સૌ ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત કહી શકાય. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન HCP DESIGNના ડાયરેક્ટર ડૉ. બિમલ પટેલ અને PSP PROJECTS LTD.ના CMD પી.એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ડૉ. બિમલ પટેલે વડાપ્રધાન મોદીને સમગ્ર પ્રોજેક્ટ અંગે વર્તમાન સ્થિતિ અને નિર્માંણ અંગે વિશેષ ચર્ચા કરી હતી.

મહત્વનું છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર એટલે કે, દેવ દિવાળીના પાવન પર્વ પર કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ નિર્માંણકાર્યની સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેઓએ મંદિર નિર્માંણમાં વપરાયેલા સ્તંભો પરની કોતરીણીકામનું પણ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું.

આદીશંકરાચાર્ય સ્થાપિત શ્રી કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ આસ્થા માટેનું અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ આસ્થાની પંરપરાને ભવ્ય રુપ આપવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અને વડાપ્રધાનની પ્રેરણાથી આ મંદિરને ભવ્યરુપમાં આકારિત પામી રહ્યું છે. બાબા વિશ્વનાથને માં ગંગા સાથે જોડવાના હેતુસર 8 માર્ચ-2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાયાન્સ કર્યો હતો.

50,261 વર્ગમીટર ક્ષેત્રફળના ક્ષેત્રફળમાં આકાર પામી રહેલા કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટમાં કુલ 24 ભવ્ય નિર્માંણો આકાર પામી રહ્યાં છે. કુલ 63 મંદિરોને પુન:નિર્માંણ કરવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ મંદિર પરીસર છે જેનું કુલ ક્ષેત્રેફળ 3,175 વર્ગમીટર છે. આ પરીયોજનામાં પ્રભાવિત કુલ 314 પરિવારને યોગ્ય રહેણાંક સુવિદ્યા કરવામાં આવી છે. આ સાથે મંદિર ચોક, મ્યુઝિયમ, વારાણસી ગેલેરી, મલ્ટીપર્પલ મોલ, પર્યટક વિશ્રામ ભવન, યાત્રી સુવિદ્યા કેન્દ્ર, ગોયેન્કા લાયબ્રેરી, મુમુક્ષ ભવન, ગેસ્ટ હાઉસ, મોક્ષાલય, આધુનિક બૂક સ્ટોર, જલપાન કેન્દ્ર, વૈદિક યજ્ઞો માટે વૈદિક કેન્દ્ર, મલ્ટી પર્પલ હોલ જેવી સુવિદ્યાઓ આપવામાં આવી રહી છે.

આ કાર્ય ઉત્તર પ્રદેશ લોક નિર્માંણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાશી-વિશ્વનાથ પ્રોજેક્ટનું 28 ટકા નિર્માંણકાર્ય પૂર્ણ થઈ ગયું છે અને કુલ 1500 જેટલા કર્મચારી કાર્યરત છે. શ્રી કાશી-વિશ્વનાથ પરીયોજનાને ઓગસ્ટ 2021માં પૂર્ણ કરીને દેશને દૈવદિત રુપમાં જનમાનસને સમર્પિત કરી દેવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ડીડી ન્યૂઝ, ભારત સરકાર

Show More

Related Articles

Back to top button
Close