વર્તમાન સમયમાં શહેરી વિસ્તારોમાં રહેતા તમામ પરિવાર પર ઘર પર લોન ચાલતી હોય છે. જે પરિવાર માટે એક હેડેએક છે. એટલે કે, સતત હોમ લોનના હપતા ભરવાનો તણાવ રહેતો હોય છે. ત્યારે, આવો જાણો કેવી રીતે આપ હોમ લોનને પ્રી-પેમેન્ટ કરીને લાખો રુપિયોની બચત કરી શકો છો. લાંબા સમય સુધી ચાલતી હોમ લોન કોઈ પણ પરિવાર માટે એક માનસિક તણાવ જેવું લાગતું હોય છે. અને સૌના મનમાં વિચાર આવતો હશે કે, ક્યારે પુરી થશે હોમ લોન. ત્યારે આપ થોડી સમજણથી વિચારો તો, ખરેખર હોમ લોનમાંથી છૂટકારો મેળવી શકો તેમ છો. તે સાથે લાખો રપિયાની બચત પણ કરી શકો.
હોમ લોન પર કેટલું વ્યાજ આપી રહ્યા છો?
જો આપ હોમ લોનમાંથી છૂટકારો મેળવવા માંગતો હોય તો, પહેલાં બેંક પાસેથી હોમ લોનના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને લોન શેડ્યૂઅલ લો. જોકે, કેટલીક બેંકોમાં ઓનલાઈન ડાઉનલોડની સુવિદ્યા પણ હોય છે. આ સ્ટેટમેન્ટ અને લોન શેડ્યૂઅલને શાંતિ તપાસો અને જાણો કે, હજુ આપણે કેટલા રુપિયા બેંકને આપવાના થાય છે. હોમ લોન હપ્તામાં કેપિટલ અને વ્યાજ કેટલું છે તેનો સમજો, તે બાદ, નિર્ણય કરો કે, કેવી રીતે આપ પૈસા બચાવી શકો.
આ રીતે કરી શકો આપના રુપિયાની બચત
સૌથી પહેલાં તમે કેટલી મુદ્દત માટેની હોમ લોન લીધી છે તે જાણો. માનો કે, 30 વર્ષ માટે હોમ લોન લીધી છે તો, 7.5 ટકા વ્યાજ દર પર 20 લાખ રુપિયાની હોમ લોન લીધી છે તો, આપનો ઈએમઆઈ 13,984 ભરવો પડશે. જોકે, આપ હોમ લોનની મુદ્દત 10 વર્ષની કરો તો, આપનો ઈએમઆઈ 23,740 રુપિયા આવશે. એમાં આપને એવું કરવું જોઈએ કે, આપને 30 વર્ષની મુદ્દતની હોમ લોન લેવાની અને તેના પર 13, 984 રુપિયાનો હપ્તો ભરવાનો. પરંતુ, આપ દર મહિને 25000 રુપિયાનો ભરી શકો તેમ છો તો, બાકીના 10,000 રુપિયા બેંકમાં હોમ લોનના પ્રી-પેમેન્ટમાં દર મહિને પાર્ટ પેમેન્ટ ભરવાનું જેથી, આપની હોમ લોનની કેપિટલ ઓછી થશે. સાથે જ વ્યાજનો પાર્ટ ઘટશે અને હપ્તામાં કેપિટલ પાર્ટ વધશે પરિણામે,આપ જલદીથી હોમ લોન પૂર્ણ કરી શકશો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments