વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, સીએમ રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું, કેશુભાઈ અને નરેશ કનોડિયાના પરિવારજનોને મળશે.
Prime Minister Modi arrived at Ahmedabad

કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. જ્યાં સીએમ, રાજ્યપાલ સહિતના નેતાઓ તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટથી સીધી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે તેમજ ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું એક જ સપ્તાહમાં નિધન થયું છે. તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે અને તેમના પરિવારને પણ પીએમ મોદી સાંત્વના પાઠવે એવી શક્યતા છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
* વડાપ્રધાન મોદી 9:45 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
* એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્વ.કેશુબાપાના ઘરે પરિવારજનોને મળશે.
* કેશુબાપાના ઘરેથી ગાંધીનગર મહેશ-નરેશ કનોડિયાના ઘરે જશે અને પરિવારજનોને મળશે.
* 11.30થી 12 વાગ્યાની વચ્ચે વડાપ્રધાન કેવડિયા જવા રવાના થશે.
* સ્વ. કેશુબાપા અને નરેશ કનોડિયાના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
* બેરીકેડ લગાવી દેવાયા, મેટલ ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
* રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા અને એસપી મયુર ચાવડા સહિતના અધિકારીઓ પણ હાજર

બપોર બાદ કેવડિયા પહોંચી જંગલ સફારી સહિતનું લોકાપર્ણ કરશે
મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે. કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
18 Comments