ગાહેડ-ક્રેડાઈના વર્ચૂઅલ પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન દરમિયાન, મુખ્યમંત્રીએ કરી કેટલીક મહત્વની જાહેરાતો.
Honorable CM Vijay Rupani announces over Real Estate

આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રુપાણીએ,ગાહેડ-ક્રેડાઈ દ્વારા આયોજિત વર્ચૂઅલ પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન દરમિયાન, ગાહેડ અને ક્રેડાઈ ગુજરાતના હોદ્દેદારો સાથે રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રેની કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
1- GDCRમાં સુધારો કરવામાં આવશે.
2- ODPSને સરળ બનાવવામાં આવશે. લો રાઈઝ બિલ્ડિંગોમાં એક જ દિવસમાં પ્લાન પાસની મંજૂરી અપાશે અને તેમાં પણ કોઈ જ જોગવાઈ નહી, ફાઈનલ મંજૂરી.
3- નોન ટીપી એરિયાની કપાતમાં બાકી રહેતી જમીન પર પ્રિમિયમ લેવાની જે માંગણી છે, તે અંગે રાજ્ય સરકાર, મહેસૂલ વિભાગ સાથે બેસીને, વધુ પ્રિમિયન ન લેવા તે અંગે વ્યવસ્થા કરશે.
4- ગુજરાતમાં વધુને વધુ અર્ફોડેબલ હાઉસિંગ નિર્માંણ થાય તે માટે 63 AAA હેઠળ મંજૂરી આપવામાં આવશે.
5- અર્ફોડેબલ હાઉસિંગની સાઈઝ 80 ચો.મીટરથી વધારીને 90 ચો.મીટર કરવામાં આવશે.
6- ચાર્જેબલ FSI રાજ્યમાં એક સમાન બને અને તેના વ્યાજમાં રાહત પણ આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના દરેક પરિવારને સુંદર અને મોટું ઘર મળી રહેવા તે માટે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મહેસૂલ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રેના તમામ કાયદો સરળ અને સુચારુ બનાવવા માટે ગતિશીલ છે.
ઉલ્લેખનીય છેકે, મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદ્ધઘાટન કરાયેલા ગાહેડ- ક્રેડાઈના વર્ચૂઅલ પ્રોપર્ટી શો દરમિયાન નેશનલ ક્રેડાઈના પ્રેસિડેન્ટ જક્ષય શાહ, વાઈસ પ્રેસિડેન્ટ શેખર પટેલ, ગુજરાત ક્રેડાઈના પ્રેસિડેન્ટ આશિષ પટેલ, ગાહેડાના પ્રેસિડેન્ટ અજય પટેલ અને સેક્રેટરી સંકેત શાહ હાજર રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
22 Comments