આજે શક્તિના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે, મુખ્યમંત્રી વિજય રુપાણીએ, ગાહેડ-ક્રેડાઈનો વર્યૂઅલ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન કર્યું છે. આ વર્ચૂઅલ પ્રોપર્ટી શો 17 થી 25 ઓક્ટોબર સુધી એટલે નવ નોરતાં સુધી ચાલશે. પ્રોપર્ટીના વર્ચૂઅલ પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન પ્રસંગે, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ જક્ષય શાહ, શેખર પટેલ, આશિષ પટેલ, ગાહેડ-ક્રેડાઈના પ્રેસિડેન્ટ અજય પટેલ અને સેક્રેટરી સંકેત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકો કહ્યું કે, આધ્ય શક્તિના પાવન પર્વના પ્રથમ નોરતે, ઘર બેઠા ઘર મેળવો ની થીમ આયોજિત વર્ચૂઅલ પ્રોપર્ટી શોમાં ભાગ લો અને આપના સ્વપનનું ઘર ખરીદો. વધુમાં તેઓને જણાવ્યું હતું કે, વર્ચૂઅલ માધ્યમથી વ્યકિત રાતે બે વાગે પણ ઘર મેળવવા અંગેની ઈન્ક્વાયરી કરી શકે છે અને ઘર ખરીદી શકે છે.
બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન પણ, ગાહેડ-ક્રેડાઈના વર્ચૂઅલ પ્રોપર્ટી શોમાં લોકોને જોડાવવા અપીલ કરે છે. ઘર બેઠા, ઘર ખરીદવા અંગેની તમામ માહિતી પ્રોપર્ટી શોના માધ્યમથી આપ મેળવી શકશો. જેથી, વધુને વધુ લોકો જોડાવો અને પ્રોપર્ટી શોને સફળ બનાવો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments