31 ઓક્ટોબરે સરદાર પટેલને ભાવાજંલી સાથે, ગુજરાતમાં શરુ થશે “સી પ્લેન સર્વિસ”
sea plane service to launch on 31 Oct.- 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સી પ્લેન પ્રોજેક્ટનું સ્વપ્ન પૂર્ણ થવાને આરે છે. સી પ્લેનની ચર્ચા 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન જોરશોરમાં થઈ હતી. 31 ઓક્ટોબર-2020 એટલે લોહપુરુષ સરદાર પટેલની જન્મજંયતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સી પ્લેન પ્રોજેક્ટની શરુઆત, અમદાવાદ રીવરફ્રન્ટ પરના વોટર એરોડ્રામ પરથી થશે. ત્યારબાદ, અમદાવાદીઓ સી પ્લેન દ્વારા સાબરમતી રીવરફ્રન્ટથી વિશ્વ વિરાટ સરદારની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી શકે. સી પ્લેટના વોટર એરોડ્રામ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, રીવરફ્રન્ટ પર પાલડી ખાતે 4074 ચોરસ મીટર જમીન નાગરિક ઉડ્ડન વિભાગને ફાળવી દેવાનો નિર્ણય લીધો છે.
પહેલાં પાલડી બાજુની જમીન પર ગાર્ડન બનાવવાના હેતુસર ફાળવી હતી.
સી પ્લેનના એરોડ્રામ માટેની જમીન સાબરમતી નદીના પશ્ચિમ બાજુના આંબેડકર બ્રિજ પાસેના પાલડી બાજુ ફાળવવામાં આવી છે. અગાઉ આ જગ્યા પર ગાર્ડન બનાવવાની યોજના હતી, પરંતુ હવે એરોડ્રામ માટે ફાળવવામાં આવી છે. અમદાવાદ સાબરમતીમાં વોટર એરોડ્રામ માટે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન એરોડ્રામ બનાવવા માટેની ફ્લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવતી હોવાની રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી.
ત્રણ એરોપ્લેનની કરાઈ છે પસંદગી
2017માં વિધાનસભાની ચૂંટણી સમયે પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે, કેન્દ્ર સરકારે 19 પેસેન્જરની ક્ષમતા ધરાવતાં ત્રણ એરોપ્લેનની પસંદગી કરી લીધી છે. આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઊડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સી પ્લેન દ્વારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર 50 મિનિટમાં કાપી શકાશે. અમદાવાદથી બાય રોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવામાં ૩ કલાક જેટલો સમય લાગે છે.
રોજની ચાર ઉડાન ભરાશે
આ સિવાય સી પ્લેનની સર્વિસ શરૂ કરવા માટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસંદ કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રિજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી લાઇટ ઉડાણ ભરી શકાશે અને સી પ્લેનમાં 2 પાયલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
15 Comments