અમદાવાદ મેટ્રોરેલની મુસાફરી સોમવારે એટલે કે, 7 સપ્ટેમ્બરના રોજ શરુ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. જેના પગલે સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આવો જુઓ કેવી છે મેટ્રોરેલ મુસાફરીની તૈયારીઓ.
• મુસાફરી દરમિયાન દરેક મુસાફરે માસ્ક પહેરવું અને સોશ્યિલ ડિસ્ટેસ્ટિંગ જાળવવું. જો કોઈ માસ્ક વગર માલૂમ પડશે તો દંડ થશે.
• મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે.
• સેનેટાઈઝ કરેલા ટોકન મુસાફરોને આપવામાં આવશે.
• દરેક મુસાફરે આરોગ્યસેતું એપનો ઉપયોગ કરવો ઈચ્છાનીય છે. જેથી, નજીકની સંક્રમિત વ્યકિત અંગે તુરંત જ જાણકારી મળી શકે.
• દરેક મુસાફરી ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે.
• બધા જ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે.
• દરેક બે પેસેન્જર વચ્ચે એક બેઠક ખાલી રાખવામાં આવે તે રીતે બેઠક લેવી.
• તમામ ટિકિટ કાઉન્ટર પર મુસાફરોની લાઈનમાં અંતર રહે તે માટે માર્કિંગ કરવામાં આવ્યું છે.
• પ્લેટફોર્મ ઉપર પણ મુસાફરો માટે એક મીટર અંતરનું માર્કિંગ કરવામાં આવ્યું છે.
• 7 અને 8 સપ્ટેમ્બર-2020ના રોજ સવારે 11:00થી 12:10 કલાક સુધી અને સાંજે 16:25 થી 17:10 કલાક સુધી ટ્રેન સેવાઓ આપવામાં આવશે. જેમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટેની બધી સિસ્ટમ્સ કાર્યરત રાખવામાં આવશે. જેમ કે, મુસાફરોએ કોવિડ નિયમો મુજબ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેસ્ટિંગનું પાલન યૂસ્તપણે કરવું પડશે.
• 9 થી 12 સપ્ટેમ્બર 2020 ના રોજ સવારે 11- 00 થી સાંજે 5-00 કલાક સુધી ટ્રેન સેવાઓ આપવામાં આવશે.
• નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલ ભલામણ અનુસાર, 13 સપ્ટેમ્બર, 2020ના રોજ મેટ્રો રેલ સેવાઓ સવારે 7-00 થી 7-00 કલાક સુધી કાર્યરત રહેશે.
• 14 સપ્ટેમ્બર 2020 પછી કોરોના સમય પૂર્વ જેમ હતું તે અનુસાર , મેટ્રો રેલ સેવાઓ સવારે 11-00થી સાંજે 5-10 કલાક સુધી કાર્યરત રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
4 Comments