પહેલાં એવું માનવામાં આવતું હતું કે, પાટનગર ગાંધીનગર એટલે સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનું નગર. પરંતુ, હવે એવું રહ્યું નથી. કારણ કે, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં થઈ રહેલો વિકાસને કારણે, ગુજરાતના લગભગ તમામ શહેરોમાં માળખાકીય અને શહેરી વિકાસમાં બુસ્ટ અપ જોવા મળ્યો છે. તે અંતર્ગત વાત કરીએ તો, ગાંધીનગરમાં હાઈરાઈઝ બિલ્ડિંગો એક વર્ષ પહેલાં નિર્માંણ પામતા ન હતા. પરંતુ, હવે ગાંધીનગરમાં 14 માળનાં બિલ્ડિંગો પણ નિર્માંણ પામ્યા છે. ત્યારે જાણીએ ગાંધીનગરના રાયસણમાં પ્રથમ 13 માળનું રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માંણ કરનાર ડેવલપર કોણ ?
ગાંધીનગરના જાણીતા વિનાયક ગ્રુપે, ફાસ્ટટેડ ગ્રોઈંગ એરિયા રાયસણમાં પ્રથમ 13 માળ ધરાવતું રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માંણ કર્યું છે. જોકે, આ બિલ્ડિંગની ઊંચાઈ 45 મીટર છે. એટલે કે, 14 માળ જેટલી છે. જોકે, ગિફ્ટ સીટીમાં 29 માળ ધરાવતાં બિલ્ડિંગો નિર્માંણ પામ્યા છે પરંતુ તે સ્પેશિયલ સરકારની પરવાનગી અંતર્ગત નિર્માંણ પામ્યા છે. તેમજ હવે તો સરકાર દ્વારા ગાંધીનગરના રાયસણમાં FSIમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેથી, કોઈ ડેવલપર્સ 14 માળ કે તેથી વધારે માળ ધરાવતું બિલ્ડિંગો બનાવી શકે છે. પરંતુ, હાલ તો, રાયસણમાં 13માળનું બિલ્ડિંગ નિર્માંણ કરવામાં વિનાયક ગ્રુપ મોખરે છે.
ત્યારે, આવો જાણીએ રાયસણમાં 260 ફૂટના પહોળા રોડ પર વિનાયક ગ્રુપ દ્વારા નિર્માંણ પામેલા 13 માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગનો બર્ડ વ્યૂં.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments