જગાણા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
બનાસકાંઠાનું વડુમથક પાલનપુર તાલુકામાં આવેલા જગાણા ખાતે સ્ટેટ હાઈવે 41 પર જગાણા 2 લાઈન બ્રીજનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેના હસ્તે કરાયું હતું. આ સાથે છાપી રેલ્વે ઓવરબ્રીજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લામાં કુલ 598.42 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. જે અંતર્ગત આ બંને બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે બનાસકાંઠાના વર્તમાન લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ અને પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેટ હાઈવે 41 પર આવેલા જગાણા બ્રીજનું નિર્માંણકામ સરકારે અનંતા પ્રોકોન અને કલથીયા એન્જીનીયરીંગ એન્ડ કંસ્ટ્રક્શન કંપનીને જોઈન્ટ વેન્ચરમાં સોપ્યું હતું જે સમયસર પૂર્ણ કર્યું હતું. બ્રીજ નિર્માંણકર્તા કંપની અનંતા પ્રોકોનના ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલના જણાવ્યાનુસાર, બ્રીજની લંબાઈ 1390 મીટર છે એટલે કે, સવા કિલોમીટર કરતાં વધારે છે જ્યારે પહોળાઈ 11 મીટર છે. બ્રીજનું નિર્માંણકાર્ય અમારી કંપનીએ સમયબદ્ધતામાં પૂર્ણ કરીને સરકારને સુપ્રત કર્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments