ચાની કીટલી થી ફાઈવ સ્ટાર હોટેલો અને ટુરીઝમ બિઝનેસ નહિં ખલે,ત્યાં સુધી કમર્શિયલ સેગમેન્ટ ચિંતામાં – સત્યમેવ ગ્રુપ, અમદાવાદ
રીયલ એસ્ટેટ માર્કેટની હાલની સ્થિતિ જાણવા, સત્યમેવ ગ્રુપના ડાયરેક્ટર કલ્પ પટેલ સાથે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ માત્રને માત્ર અર્ફોડેબલ અને રેસિડેન્શિયલ સેગમેન્ટનું વેચાણ થાય છે. કમર્શિયલ સેગમેન્ટમાં કોઈ વેપાર થતો નથી. કારણ કે, હજુ નાના અને મોટા તમામ પ્રકારના વ્યવસાય ખુલ્લા નથી. જ્યારે પણ સંપૂર્ણપણે તમામ બિઝનેસ ખુલશે ત્યારે જ કમર્શિયલ સેગમેન્ટમાં લેવાલી આવશે તે પહેલાં કમર્શિયલ સેગમેન્ટમાં તેજી આવવી એ એક કલ્પના છે.
હાલ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં જે ફ્લેટનું વેચાણ થાય છે, તે 35 થી કે 65 લાખની ટીકીટ સાઈઝ ધરાવે છે તે જ ફ્લેટનું વેચાણ થાય છે. બાકી, બીગ ટીકીટ સાઈઝમાં કોઈ વેચાણ થતું નથી.આ સત્યતા છે. હાલ તો, એસ.પી.રીંગની આસપાસ આવેલા વિસ્તારોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં સારી ઈક્વાયરીઓ મળી રહી છે. કારણ કે, કોરોનાને કારણે એસ.જી. હાઈવેથી અંદરના ભાગમાં રહેતાં લોકો હવે, આઉટસ્કર્ટમાં મકાનો લેવાનું પસંદ કરી રહ્યા છે.
જ્યાં સુધી,ચાની કીટલી થી માંડીને ફાઈવ સ્ટાર હોટેલો અને ટુરીઝમ બિઝનેસ સંપૂર્ણપણે નહિં ખલે, ત્યાં સુધી કમર્શિયલ સેગમેન્ટમાં ભાડા, ભાડાપટ્ટા કે ઓફિસ- શોરુમની ખરીદીમાં કોઈ જ ઊછાળો જોવા નહી મળે. આ સ્થિતિને જોતાં,કેટલાક ડેવલપર્સે કમર્શિયલ પ્રોજેક્ટને રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રુપાંતરિત પણ કરી રહ્યા છે. તે પણ હકીકત છે.
પરંતુ, એક વાત ચોક્કસ છે. કોરોના કાળ સંપૂર્ણપણે નાબૂદ થશે, ત્યારે રીયલ એસ્ટેટ માર્કેટમાં એક જોરદાર તેજી આવશે. 2021ના પ્રથમ અથવા સેકન્ડ ક્વાટરમાં માર્કેટમાં મોટો સુધારો થઈ શકે તેમ છે.
તો, રીયલ એસ્ટેટ માર્કેટ માટે હોટસ્પોર્ટ ગણાતા વૈષ્ણોદેવી અને ઉમિયાધામની આસપાસના વિસ્તાર અંગે સત્યમેવ ગ્રુપના ડાયરેક્ટર લલિત પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ ઉમિયાધામ અને તેની આસપાસનો વિસ્તાર રીયલ એસ્ટેટ માર્કેટ માટે સારો છે. પરંતુ, સૌ કોઈ મંદિર નિર્માંણની રાહ જોઈ રહ્યું છે. એટલે કે, આ લેન્ડ પોકેટનો આધાર જગત જનની મા ઉમિયાધામ મંદિરને આધારિત છે. જોકે, શિલાયાન્સ થતાં, આ વિસ્તારમાં ટીપી અને રોડ-રસ્તા નિર્માંણ પામી રહ્યા છે. જેથી અહીં કેટલાક ડેવલપર્સે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મૂક્યા છે.આવનારા દિવસોમાં અહીં સારો વિકાસ થશે તેમાં કોઈ જ શંકા નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments