ગિફ્ટ સીટી બન્યું ગુજરાત માટે વૈશ્વિક વેપાર માટેનું ઉત્તમ ડેસ્ટિનેશન.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ અથવા ગીફ્ટ સીટી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલું એક બાંધકામ સંકુલ (નિર્માણાધિન) છે, જેનું બાંધકામ ૫૦૦ એકર જેટલી જમીનમાં કરવામાં આવશે. આ સંકુલની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ ઊંચી ગુણવત્તા ધરાવતું ભૌગોલીક માળખું (ગેસ, માર્ગ, પાણી, વિજળી, ટેલીકોમ, બ્રોડબેન્ડ વગેરે સવલતો સાથે) તૈયાર કરવાનો છે. એવો અંદાજ છે કે આમ કરવાથી મુંબઈ, બેંગ્લોર, ગુડગાંવની ટેક ફર્મ્સ અહીં સ્થળાંતર કરશે. જ્યાં ભોગોલીક માળખું વધારે ખરાબ અથવા મોઘું છે. આ એક વિશેષ આર્થીક ક્ષેત્ર, વિશ્વ શિક્ષણ ક્ષેત્ર, એકીકૃત ટાઉનશીપ, મનોરંજન ક્ષેત્ર, હોટલ, ઇન્ટરનેશનલ તકનીકી પાર્ક, સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા (STPI), એક સંમેલન કેન્દ્ર, શોપિંગ મોલ, શેર બઝાર અને સર્વિસ ક્ષેત્રના રૂપમાં આકાર લેશે.
આ વિકાસ અને પરિયોજના લાગુ કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની લીમીટેડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીને ભેગી કરીને આ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ કંપની લીમીટેડ બનાવી છે.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ કંપની લીમીટેડનો પ્રસ્તાવ ૮૫૦૦૦૦૦૦ સ્કેવર ફીટ વિસ્તાર સાથે વિશ્વસ્તર પર વિશ્વસ્તરીય ફાઈનાન્શિયલ સીટીનો છે.
સૌજન્ય ગુજરાત સરકાર
11 Comments