સૃષ્ટિના સર્જનહાર અને બ્રહ્માંડ પર દરેક જીવસૃષ્ટિને નવોદિત કરનાર સૂર્યદેવનું મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણાના મોઢેરામાં આવ્યું છે. મોઢેરા સૂર્ય મંદિરની બેનમૂન કળાકૃતિ અને તેના નકશીકામ તેમજ નિર્માંણની મજબૂતાઈ વર્તમાનની તુલનામાં કેટલી મજબૂત છે તે આપના લેખ પરથી જાણી શકશો.
ગુજરાતની ઔદ્યોગિક નગરી મહેસાણામાંથી પ્રસાર થતી પુષ્પાવતી નદી તટે આવેલું મોઢેરા સૂર્યમંદિર આર્થિકનગરી અમદાવાદથી 65 કિલોમીટરના અંતરે આવેલું વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર, પુષ્પાવતી નદી તટે સ્થાપિત થયેલું છે. આ મંદિરનું નિર્માંણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમે ઈ.સ. પૂર્વે 1022-1063માં કરાવ્યું હતું. જે મંદિરના ગર્ભગૃહની એક દિવાલ પર વિક્રમ સંવત-1083 એટલે કે(1025-1026) પરથી પ્રતિત થાય છે.
શિલ્પ કળાનો અદ્દભૂત દ્દષ્ટાંત પ્રસ્તુત કરનાર વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરને, ઈરાની છૈલીમાં નિર્માંણ કરવામાં આવ્યું છે. મંદિર બે ભાગમાં નિર્માંણિત છે. પહેલાં ભાગમાં ગર્ભગૃહ અને બીજા હિસ્સામાં સભામંડપ, મંદિરના ગર્ભગૃહની લંબાઈ 51 ફૂટ અને પહોળાઈ 25 ફૂટ છે. મંદિરમાં કુલ 52 સ્તંભો આવેલા છે. તમામ સ્તંભો પર દેવી-દેવાતાની સુંદર કલાકૃતિઓ કંડારવવામાં આવી છે. તેમજ રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગો પણ દર્શાવવામાં આવ્યા છે. આ સ્તંભોને ઉપરથી નીચે તરફ જોઈએ તો, અષ્ટકોણાકાર દેખાય, જ્યારે નીચેથી ઉપર તરફ જોઈએ તો, ગોળાકાર દશ્યમાન થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments