GovernmentNEWS
ગુજરાત કેડરના ત્રણ સિનિયર IAS Officers,કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારમાં હોદ્દો સંભાળે તેવી સંભાવના

ગુજરાત કેડરના ત્રણ IAS Officers, કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારની સેવા માટે પરત આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. નોંધનીય છે કે, હાલમાં આ ત્રણેય અધિકારીઓ સેન્ટ્રલ ગર્વમેન્ટમાં કાર્યરત છે, જેમાં લોચન સેહરા(2002 બેન્ચ અધિકારી) હાલ કેન્દ્ર સરકારના ઈનસ્પેસ, બોપલ, અમદાવાદ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. બીજા, સંધ્યા ભુલાર(2003 બેન્ચ અધિકારી) પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડમાં અને અજય કુમાર(2006 બેન્ચ અધિકારી) જોઈન્ટ સેક્રેટરી ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગર્વમેન્ટમાં કાર્યરત છે.

હાલ એવું માનવામાં આવી રહ્યું છે. આ ત્રણેય અધિકારીઓ ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ડિસેમ્બર મહિના અંત સુધીમાં હોદ્દો સંભાળે તેવી પ્રબળ સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



