અડધી સદી જૂનો અમદાવાદનો સુભાષ બ્રિજના સમારકામ માટે હંગામી ધોરણે બંધ, તંત્ર બન્યું સજ્જ

52 વર્ષ જૂનો અમદાવાદનો સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડતાં, આજે સવારે રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને અમદાવાદ પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કર્યું હતું. અને કેવી રીતે સમારકામ કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જો કે, હાલ વાહનચાલકો માટે વૈકલ્પિક સસ્તાઓ આપવામાં આવ્યા છે.

કર્ણાવતી નગરને બે ભાગમાં વિભાજિત કરતી સાબરમતી નદી પર આવેલો સુભાષ બ્રિજ ટ્રાફિકથી ધમધમતો છે. ત્યારે આ બ્રિજમાં તિરાડો પડતાં તેનું સમારકામ કરવા સરકારી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત હાલ કોર્પોરેશન અને સરકારના અન્ય વિભાગો કામ લાગ્યા છે. હાલ બ્રિજમાં પડેલી તિરાડો અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તે અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી રહી છે. બ્રિજના સ્ટ્રક્ચરને ધ્યાનથી તપાસ કરવામાં આવ્યું રહ્યું છે.
સુભાષ બ્રિજનો ટ્રાફિક, રાણીપ અને વાડજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી, શાહીબાગ અને દિલ્હી દરવાજોથી આવતા વાહનચાલકોએ દધીચી બ્રિજ પર વાડજથી રાણીપ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેથી,વાડજ સર્કલ અને રાણીપ ડી માર્ટ પર ખૂબ ટ્રાફિક થઈ રહ્યું છે. જો કે, હાલ વાડજ સર્કલ પર બ્રિજ નિર્માણકાર્ય ચાલુ છે જેથી, વધારે ટ્રાફિક થાય છે.

AMCના રૂટ પ્લાન મુજબ
• ચાંદખેડા-સાબરમતીથી દિલ્હી દરવાજા/શાહીબાગ/સિવિલ: વાહનચાલકો ચીમનભાઈ પટેલ બ્રિજ, રાણીપ ટર્મિનલ અને દધીચી બ્રિજ થઈને મુસાફરી કરશે, જે 13.2 કિમીનું અંતર કાપશે.
• સાબરમતી-ચાંદખેડાથી સિવિલ હોસ્પિટલ: વાહનચાલકો ભાટ-કોટેશ્વર રોડ થઈને ઈન્દિરા બ્રિજ અને એરપોર્ટ રોડ થઈને મુસાફરી કરી શકે છે, જે 13.9 કિમીનું અંતર કાપશે, જે 30 મિનિટથી વધુ સમય લેશે.
• શાહીબાગથી સુભાષ બ્રિજ: નમસ્તે સર્કલ-દેવજીપુરા-દાધીચી બ્રિજ-વાડજ સર્કલ-રાણીપ ડી-માર્ટ થઈને વૈકલ્પિક માર્ગ 9.9 કિમીથી 11 કિમીનો રહેશે, જે પીક અવર્સ દરમિયાન 50 મિનિટ સુધીનો સમય લેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ડીબી અંગ્રેજી



