હવે તમામ બિલ્ડરોએ, પ્રોજેક્ટની તમામ વિગતો દર્શાવતુ બોર્ડ લગાવવું પડશે- ગુજ.રેરાનો આદેશ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા ગયા અઠવાડિયે જારી કરાયેલ એક આદેશ મુજબ, તમામ બાંધકામ સ્થળોએ ચાલુ પ્રોજેક્ટની તમામ વિગતો આપતા બોર્ડ પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, તે સોમવારથી અમલમાં આવ્યો. બોર્ડે હવે RERA નોંધણી નંબર, બાંધકામ વિગતો, પ્રોજેક્ટ સ્પષ્ટીકરણો, સુવિધાઓ, નિયુક્ત RERA કલેક્શન બેંક એકાઉન્ટ અને કોઈપણ પ્રોજેક્ટ લોન સહિતની વ્યાપક માહિતી પ્રદાન કરવી આવશ્યક છે. આ પગલાનો હેતુ સંભવિત ઘર ખરીદદારોને આવશ્યક પ્રોજેક્ટ વિગતોની સરળ ઍક્સેસ આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ બાંધકામ સ્થળો પર ફક્ત RERA નોંધણી નંબર પ્રદર્શિત કરવામાં આવતો હતો. જ્યારે ખરીદદારોએ વધુ માહિતી માટે ઓથોરિટીની વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી. “એવું જોવા મળ્યું હતું કે લોકો વધારાની વિગતો ક્યાંથી મેળવવી તે જાણતા ન હતા,” આદેશમાં નોંધવામાં આવ્યું હતું.
નવા આદેશ મુજબ, બિલ્ડરોએ પ્રોજેક્ટ પ્રવેશદ્વાર પર બે મીટર બાય 1.2 મીટર માપનું બોર્ડ, બેનર, હોર્ડિંગ અથવા ડિજિટલ ડિસ્પ્લે સ્થાપિત કરવું આવશ્યક છે, જે જમીનથી 1.5 થી 2 મીટર ઉપર સ્થિત હોવું જોઈએ. ડિસ્પ્લે વોટરપ્રૂફ, સફેદ કે પીળી પૃષ્ઠભૂમિ સાથે અને ટેક્સ્ટ 2.5 સેમીથી ઓછું ન હોવું જોઈએ. તેમાં ૧૫ સેમી બાય ૧૫ સેમીનો QR કોડ પણ હોવો જોઈએ જેને રસ ધરાવતા ખરીદનાર સ્કેન કરીને સંપૂર્ણ પ્રોજેક્ટ માહિતી મેળવી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



