GovernmentNEWS
ગિફ્ટ સિટીમાં Paytmકરશે 100 કરોડનું રોકાણ, છ મહિનામાં Development Centreસ્થપાશે.
દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે, Paytm પેટીએમ પોતાનું ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communications Limited એ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં 100 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે. હાલ આ અંગેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જે માટે અંદાજે છ મહિના લાગશે. Paytm ના ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાને કારણે, નોકરીઓનું સર્જન થશે.
Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ અગાઉ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક રોકાણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત ક્રોસ-બોર્ડર રેમિટન્સ અને પેમેન્ટ્સ ટેક્નોલોજી લેન્ડસ્કેપ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે, જે વૈશ્વિક તકો સર્જન કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.