GovernmentInfrastructureNEWSPROJECTS

તાજેતરમાં જાહેર કરાયેલો હાઈ સ્પીડ કોરિડોર, માણાસા, દેહગામથી અમદાવાદને કનેક્ટ કરશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

તાજેતરમાં કેન્દ્ર સરકારે, ગુજરાતમાં થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર નિર્માણ કરવા માટેની મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે, આ કોરિડોરનો પ્રપોઝડ્ રુટની માહિતી આપતાં જણાવ્યું છે કે, થરાદથી- પાટણથી, ઊંઝાથી, મહેસાણાથી, માણસાથી, દેહગામથી અમદાવાદ પરથી કોરિડોર પ્રસાર થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, શનિવારે થરાદ-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ કોરિડોરનું નિર્માણ – બનાસકાઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પ્રસાર થશે. પરિણામે રાજ્યમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરશે.

આ કોરિડોરથી ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરો અને SEZ સહિત નિર્ણાયક ક્ષેત્રો સાથે જોડાણમાં સુધારો થવાની અપેક્ષા છે, જ્યારે પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને સમયની બચત થશે. વધુમાં, ભારતમાલા પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, નેશનલ હાઈવે ઓથોરિટી હાલમાં અમૃતસરથી જામનગર સુધી છ લેનનો, એક્સેસ-નિયંત્રિત ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કરી રહી છે. આ ઈકોનોમિક કોરિડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close