GovernmentNEWSPROJECTS
નવી ટીપીમાં 1 ટકામાં ડેન્સ ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ-ઈન્ડિયાના વેસ્ટર્ન ઝોનની કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, હવે જે પણ નવી ટીપી બનાવવામાં આવશે, તેમાં 1 ટકો પર્યાવરણના જતન હેસુતર, ડેન્સ ફોરેસ્ટ માટે રાખવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરો “લિવેબલ” અને “લવેબલ” બને એ રીતે વિકાસનું આયોજન થાય એ જરૂરી છે. આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દુનિયા સામે પડકાર બનીને ઉભી છે, ત્યારે પર્યાવરણને સાનુકૂળ રહીને વિકાસ સાધવો ખૂબ જ જરુરી છે.
સસ્ટેનેબલ વિકાસ પર ભાર મૂક્તા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રીન મોબિલિટીથી લઈને વોટર તથા વેસ્ટ રિસાયકલિંગ સહિતની બાબતોને ધ્યાનમાં લઈને શહેરી વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.