સરકાર ઈન્ફ્રા. પ્રોજેક્ટના ટેન્ડર પહેલાં તમામ મંજૂરીઓ આપે, નહિંતર થશે ચૈનપુર અંડરપાસવાળી
દેશમાં ઘણીવાર રોડ, બ્રિજ, અંડરપાસ, હાઈવે અને મેટ્રોરેલ જેવા પ્રોજેક્ટસ્ સમયમર્યાદામાં પૂર્ણ થતા નથી. કારણ કે, સરકારી વિવાદ, જમીન સંપાદન, સરકારી પરવાનગીઓ, વાંધા અરજીઓ જવાબદાર હોય છે. ત્યારે આવા તમામ વિવાદોને પહેલાંથી જ સરકાર ઉકેલ કરીને પ્રોજેક્ટ કરે તો, ચોક્કસપણે સરકાર અને પ્રજાને લાભ થાય. અહીં આવો જ વિવાદ થયો ચૈનપુર રેલ્વે અંડરપાસમાં, જે ન્યૂ રાણીપ થી ચેનપુર જતાં આવનાર ચેનપુર રેલ્વે અંડરપાસ નિર્માણ પામી રહ્યો હતો. પરંતુ, જમીન સંપાદનના કારણે, વિલંબમાં પડ્યો હતો. જે દોઢ વર્ષ ચાલ્યો અને હવે ફરી કામ શરુ કરવામાં આવ્યું છે. જો કે, આવા વિવાદોને કારણે, સરકારના રુપિયાનું પાણી થાય છે સાથે કોન્ટ્રાક્ટર્સ કંપનીઓ અને પ્રજા પરેશાન થાય છે.
અહીં વાત એમ હતી કે, ગોદરેજ ગાર્ડન સિટીથી ન્યૂ રાણીપને જોડતા અંડપાસનું કામ ખૂબ જ ધીમી ગતિથી ચાલતુ હતું. કારણ કે, રેલ્વેએ પોતાની જમીન પર કામ પુરી કરી દીધું પછી મ્યુનિ. કોર્પોરેશને જમીન સંપાદનમાં વિવાદ થતાં કામ ખોરંભે પડ્યુ હતું. જે વિવાદ અંદાજે દોઢ વર્ષ સુધી ચાલ્યો ત્યાં સુધી સરકાર, કોન્ટ્રાક્ટર્સ અને પ્રજાને હાલાકી ભોગવી પડી. સામે સરકારના રુપિયાનો પણ બગાડ થયો. પરંતુ હવે દોઢ વર્ષે, વિવાદનો ઉકેલ આવતા ચૈનપુર રેલ્વે અંડરપાસનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, દેશભરમાં છેલ્લા દોઢ દાયકાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નિર્માણકાર્યો પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં રેલ્વે ઓવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રિવર ઓવર બ્રિજ, ટનલ, એક્સપ્રેસ વે, હાઈવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હાઈરાઈઝ સરકારી બિલ્ડિંગો, સેન્ટ્રલ વિસ્ટા અને મંદિરો જેવા નિર્માણોનો સમાવેશ થાય છે. ત્યારે સવાલ થાય છે કે, આવો નિર્માણો ઘણીવાર જમીન સંપાદન, નાણાંકીય વ્યવહારો, જમીન સંપાદન વિવાદ, રાજકીય વિવાદ, સરકારી પરવાનગીઓને કારણે સમયમર્યાદામાં પૂર્ણ થતા નથી. પરિણામે, સરકાર, કૉન્ટ્રાક્ટર્સ કંપનીઓ અને દેશની જનતા આ ત્રણેય સમુદાયને ભારે નુકસાન સાથે પરેશાની ભોગવવી પડે છે. ત્યારે આવી સ્થિતિને સુધારા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સરકારી કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરતાં પહેલાં જે તે પ્રોજેક્ટ અંગેની તમામ પરવાનગીઓ અને વિવાદોનો ઉકેલ કર્યા બાદ જ પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા કરે તો ચોક્કસપણે સરકાર, કોન્ટ્રાક્ટર્સ કંપનીઓ અને દેશની જનતાને ફાયદો થાય અને પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.