લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેઝ કોમ્પ્લેક્ષ, ફેઝ-1 નું ઉદ્દઘાટન 2024ના અંતમાં થાય તેવી સંભાવના
અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું ઐતિહાસિક અને સિધું સંસ્કૃતિ ધરાવતું શહેર લોથલ દેશનું પ્રથમ ડૉકયાર્ડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ, કેન્દ્ર સરકારના પોર્ટ અને જળ મંત્રાલય દ્વારા લોથલમાં 400 એકર જમીન પર અને 4500 કરોડની માતબાર રકમના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેઝ કોમ્પ્લેક્ષ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોમ્પ્લેક્ષ બે ફેઝમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ 14 ગેલેરીઓનો સમાવેશ થાય છે. જેમાં હડપ્પા સંસ્કૃતિ યુગથી માંડીને વર્તમાનની વિકાસગાથાની ઝાંખી કરાવવામાં આવશે અને અલગ અલગ ગેલેરીમાં દરિયાઈ વિરાસતોની ગાથા દર્શાવવામાં આવશે. તેમજ દરિયામાં રહેવાનો અનુભવ કરાવતી ગેલેરી પણ બનાવવામાં આવી રહી છે.
અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા સરગવાલા ગામમાં નેશનલ મેરિટાઈમ હેરિટેઝ કોમ્પ્લેક્ષ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, 2024માં પ્રથમ તબક્કાનું ઉદ્ઘઘાટન કરી દેવામાં આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સરગવાલા ગામ સહિત અન્ય છ ગામ, જેમ કે, સામાણી, ગુંદી, જવારાજ, કૉઠ, બોલાદ અને અરણેજનો સમાવેશ થાય છે. હાલ આ તમામ ગામોમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સાઈટ ડેવલપ થઈ રહી છે. એટલે કે, બિલ્ડર્સ, અને રોકાણકારો લોથલમાં જમીન ખરીદી રહ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. કારણ કે, લોથલ એક વેલ પ્લાનડ વર્લ્ડ વાઈડ ટુરિઝમ ડેસ્ટિનેશન છે.
લોથલ મેરિટાઈમ કોમ્પ્લેક્ષમાં કુલ 4 થીમ પાર્ક નિર્માણ કરાશે. જેમાં સ્મારક થીમ પાર્ક, સમૃદ્ધિ અને નૌ સેના થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક, એડવેન્ચર અને એમ્યૂઝમેન્ટ થીમ પાર્કનો પણ સમાવેશ થાય છે.
લોથલને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરો સાથે જોડવા માટે રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જાહેર પરિવહન સહિત સામાજિક માળખાકીય સુવિધાઓ જેમ કે શાળાઓ, જાહેર ઉદ્યાનો અને અન્ય સામુદાયિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જે રીતે નર્મદા નદીના કિનારે અડીખમ દેશના લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની વિશ્વ વિરાટ પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે. તેવી જ રીતે લોથલમાં દુનિયાનું સૌથી ઊંચુ 77 મીટરની ઊંચાઈ ધરાવતું લાઈટ હાઉસ મ્યુઝિયમ બનાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.