આજે ધોલેરા, આસામમાં વડાપ્રધાન મોદી, ટાટા ગ્રુપના ફેબ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ખાતમુર્હૂત
આજનો દિવસ, ધોલેરા સરમાં રોકાણકર્તા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કુલ ત્રણ ફેબ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ખાતમૂર્હૂત કરી રહ્યા છે. જેમાં ધોલેરામાં ટાટા ગ્રુપના ફેબ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, આસામમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ સાથે સાણંદમાં ટાટા સી જી પાવર ટેસ્ટિંગ યુનિટ પણનું ખાતમુર્હૂત કરશે.
ધોલેરામાં ટાટા ગ્રુપના ફેબ સેમિકન્ડક્ટરનો પ્લાન્ટનું ખાતમુર્હૂત કરવાથી, દેશમાં કુલ 50 હજાર કરતાં વધારે પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે લોકોને રોજગાર મળશે. આ સાથે અમદાવાદ પૂર્વ અને પશ્વિમમાં રિયલ એસ્ટેટ સાથે લોજેસ્ટિક માર્કેટમાં બુસ્ટ અપ જોવા મળશે.
ધોલેરા અને આસામમાં તાઈવાનની કંપનીની પાર્ટનરશીપમાં 118,000 કરોડ રુપિયાના ફેબ સેમિ કન્ડક્ટર પ્લાન્ટનું શરુઆત થવાથી, દેશમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ 50,000 લોકોને રોજગાર મળશે. આ સાથે ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ દેશ તરીકે નામના હાંસલ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.