”Gateway for Global Capital” ગિફ્ટ સિટીમાં ફંડ મેનેજરો થઈ રહ્યા સ્થળાંતરિત, ગિફ્ટ સિટીમાં આગ ઝરતી તેજી
અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટીને જોડતી મેટ્રો રેલ લેન ગઈકાલે ટ્રાયલ થઈ ગયો. એટલે કે, હવે આવનારા માત્ર બે જ મહિનામાં નોકરિયાતો સહિત તમામ મુસાફરો અમદાવાદથી મેટ્રો રેલ દ્વારા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં માત્ર મિનિટોમાં જ પહોંચી જશે. આવનારા મે- જૂન મહિનામાં લોકો મોદી સ્ટેડિયમ, ગાંધીનગરની ગિફ્ટ સિટી અને મહાત્મા મંદિર મેટ્રો રેલ દ્વારા જલદીથી પહોંચી શકશે.
અહીં મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંનેના સંયુક્ત પ્રયાસો દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીને,”Gateway for Global Capital and Financial Services for the Economy” તરીકે ગ્લોબલી પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. પરિણામે, વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ સહિત અન્ય દેશના બિઝનેસમેનો, દેશના અન્ય રાજ્યોમાંથી મોટા બિઝનેસમેનો અને ફંડ મેનેજરો ટેક્સ માફી અને અન્ય ફાઈનાન્સિયલ લાભો સાથે ગ્લોબલી વાતાવરણને કારણે, ગિફ્ટ સિટીમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે અને ઓફિસો શરુ કરી રહ્યા છે. આવા પરિબળને કારણે, ગિફ્ટ સિટીમાં વર્તમાનમાં તો, કોમર્શિયલ સેગમેન્ટમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.