NEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના ઉદ્દઘાટનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના પ્રોજેક્ટના ઉદ્દઘાટનમાં 13 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ધોલેરા સરમાં આવેલા એક્ટિવેશન ઝોનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, અને કાર્યક્રમના સુચારુ આયોજન અને અમલીકરણ માટે અધિકારીઓને વિવિધ કામો પર ફરજમાન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં માટે અમદાવાદમાં આવી રહ્યા છે. જ્યાં તેઓ 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ સવારે 10થી 11-30 કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાઈ શકે છે, તેવી સંભાવના છે, પરંતુ હજુ સુધી, કોઈ પુષ્ટિ થઈ નથી.

13 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું આયોજન છે. જેના ભાગરુપે ધોલેરામાં ટાટા ગ્રુપના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન થશે. પરિણામે, હાલ ધોલેરા સરમાં કામ કરતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. અને ધોલેરામાં મોટા પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી કંપનીઓ મોટાપ્રમાણમાં રોકાણ કરશે જેથી રોકાણકારો અને પ્રોપર્ટી ખરીદનારાઓમાં એક હકારાત્મક વલણ સર્જાયું છે કે, આવનારા દિવસોમાં ધોલેરા સરનો વિકાસ પણ ગિફ્ટ સિટીની જેમ છે.   

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close