GovernmentInfrastructureNEWS

2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવા ગડકરી કટિબદ્ધ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50 ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. રાજધાની દિલ્હી ખાતે આયોજિત સીઆઈઆઈ નેશનલ કોન્ફરન્સ ઓન રોડ સેફ્ટી-ઈન્ડિયન રોડ્સ-2030- રેઈઝિંગ ધ બાર ઓન સેફ્ટીને સંબોધતાં દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે, રોડ સેફ્ટી માટે ‘4Es of Road Safety’-Engineering (Road & Vehicle Engineering) – Enforcement – Education and Emergency Medical Service અંગે લોકો અને રાહદારીઓને જાગૃત કરવાની જરુર છે.

વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત 2022ના નવીનત્તમ અહેવાલ મુજબ, દર વર્ષે 4.6 લાખ માર્ગ અકસ્માત થાય છે. જેમાં 1.68 લાખ લોકોનાં મોત થાય છે અને 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દર કલાકે 53 માર્ગ અકસ્માતો સર્જાય છે જેમાં 19 લોકો દર કલાકે મૃત્યું પામે છે.

આ ઉપરાંત,માર્ગ અકસ્માતોમાં 12 ટકાનો વધારો થયો છે અને માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે, પરિણામે જીડીપીને 3.14 ટકાનું સામાજિક-આર્થિક નુકસાન થાય છે. તેમજ 60 ટકા મૃત્યુ 18 થી 35 વર્ષના યુવા જૂથમાંથી થાય છે. આકસ્મિક મૃત્યુના પરિણામે કુટુંબ માટે કમાનારની ખોટ, એમ્પ્લોયર માટે વ્યાવસાયિક નુકસાન અને અર્થતંત્ર માટે એકંદર નુકસાન થાય છે.

ગડકરીએ જણાવ્યું હતું કે નાગરિકો વચ્ચેના સારા ટ્રાફિક વર્તન માટે પુરસ્કારોની સિસ્ટમના નાગપુરમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ડ્રાઈવરોની નિયમિત તપાસ પર ભાર મૂક્યો અને સંસ્થાઓને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે મફત શિબિરોનું આયોજન કરવાનું જણાવ્યું છે. વધુમાં ગડકરીએ કહ્યું છે કે, શાળાઓ, કોલેજોમાં શિક્ષણ,જાગૃતિ, એનજીઓ, સ્ટાર્ટ-અપ્સ, ટેક્નોલોજી પ્રોવાઈડર્સ, આઈઆઈટી, યુનિવર્સિટીઓ, ટ્રાફિક અને હાઈવે ઓથોરિટી સાથે સહયોગ એ માર્ગ સલામતી માટે જાગૃત કરવામાં આવે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: smooth jazz
Back to top button
Close