વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ વૈશ્વિક કંપનીના સીઈઓ સાથે સંવાદ કરશે. બપોરના 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાન મોદી આજે સાંજે દુબઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બીન ઝાયાદ અલ ન્હાયાન સાથે રોડ શો કરશે.
આવતીકાલે સવારે 10 વાગે પાટનગર ગાંધીનગરમાં અમૃતકાળનું 10મું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ રહ્યું છે. ત્યારે સોમવારની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોચી ગયા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્બોલ સમિટનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ, 5.15 વાગે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગિફ્ટ સિટીમાં થયેલા વિકાસનું નિરીક્ષણ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.