વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં, મંદિર ઉદ્દઘાટન તૈયારીઓની સમીક્ષા સાથે કરશે વિકાસકાર્યોનું લોકાપર્ણ અને શિલાન્યાસ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યાની મુલાકાતે છે. જ્યાં તેઓ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પતિષ્ઠાને લઈને થઈ રહેલી તૈયારીઓની સમીક્ષા કરશે છે. તે સાથે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. શ્રી રામ મંદિરની સુલભતા વધારવા માટે અયોધ્યામાં ચાર નવા પુનર્વિકાસ પામેલા, પહોળા અને બ્યુટિફાઇડ માર્ગો રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદઘાટન કરશે.
લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. બપોરે એક વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ રાજ્યમાં 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. જેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો સમાવેશ છે.
અયોધ્યામાં આધુનિક વૈશ્વિક કક્ષાનું માળખું વિકસાવવાનું, કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો અને તેની નાગરિક સુવિધાઓમાં સુધારો કરવાનો છે, ત્યારે શહેરના સમૃદ્ધ ઈતિહાસ અને વારસાને અનુરૂપ પણ છે. આ વિઝનને સાકાર કરવા શહેરમાં નવા એરપોર્ટ, નવા રિડેવલપમેન્ટ રેલવે સ્ટેશન, નવા શહેરી માર્ગો અને અન્ય નાગરિક માળખાનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, સંખ્યાબંધ નવી યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, જે અયોધ્યા અને તેની આસપાસ બ્યુટિફિકેશન અને નાગરિક સુવિધાઓને સુધારવામાં પ્રદાન કરશે.
અયોધ્યા હવાઈ મથક
1450 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર હશે, જે દર વર્ષે આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. ટર્મિનલ બિલ્ડિંગના અગ્રભાગમાં અયોધ્યાના આગામી શ્રી રામ મંદિરનું મંદિર સ્થાપત્ય દર્શાવવામાં આવ્યું છે. ટર્મિનલ બિલ્ડિંગના આંતરિક ભાગોને ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી સ્થાનિક કળાઓ, પેઇન્ટિંગ્સ અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યા છે.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશન
240 કરોડથી વધુના ખર્ચે પુનર્વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો – જે અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે, જે વિકસાવવામાં આવ્યું છે. ત્રણ માળની આધુનિક રેલવે સ્ટેશનની ઈમારતમાં લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજાની જરૂરિયાત માટેની દુકાનો, ક્લોક રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સ્ટેશનની ઈમારત ‘બધા માટે સુલભ’ અને ‘આઈજીબીસી પ્રમાણિત ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ’ હશે.
અમૃત ભારત ટ્રેનો, વંદે ભારત ટ્રેનો
અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દેશમાં નવી કેટેગરીની સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો – અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડશે. અમૃત ભારત ટ્રેન એલએચબી પુશ પુલ ટ્રેન છે, જેમાં નોન એરકન્ડિશન્ડ કોચ છે. વધુ સારી ગતિ માટે આ ટ્રેનના બંને છેડા પર લોકો છે. તે સુંદર અને આકર્ષક ડિઝાઇનવાળી બેઠકો, વધુ સારી લગેજ રેક, યોગ્ય મોબાઇલ હોલ્ડર સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટ્સ, સીસીટીવી, જાહેર માહિતી સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ રેલ મુસાફરો માટે પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે.
અયોધ્યામાં નવી યોજનાઓનો શિલાન્યાસ
વડાપ્રધાન મોદી નવી યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે, જે અયોધ્યામાં નાગરિક સુવિધાઓને સુધારવામાં વધારે મદદરૂપ થશે અને સાથે-સાથે શહેરનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કરશે. તેમાં અયોધ્યામાં ચાર ઐતિહાસિક પ્રવેશ દ્વારનું સંરક્ષણ અને બ્યુટિફિકેશન, ગુપ્તર ઘાટ અને રાજઘાટ વચ્ચે નવા કોંક્રિટ ઘાટ અને પૂર્વ-નિર્મિત ઘાટોનું પુનર્વસન; નયા ઘાટથી લક્ષ્મણ ઘાટ સુધી પ્રવાસી સુવિધાઓનો વિકાસ અને બ્યુટિફિકેશન; રામ કી પૈડી ખાતે દીપોત્સવ અને અન્ય મેળાઓ માટે વિઝિટર ગેલેરીનું નિર્માણ; રામ કી પૈડીથી રાજ ઘાટ અને રાજ ઘાટથી રામ મંદિર સુધીના યાત્રા માર્ગને મજબૂત અને નવીનીકરણ સામેલ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-પીઆઈબી.