મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, અંબાજી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે 97.32 કરોડ ફાળવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિર અને તેની આસપાસ વિસ્તારમાં વિકાસના કામો માટે 97.32 કરોડ રુપિયા મંજૂર કર્યા છે. મળતી માહિતી મુજબ, 97.32 કરોડ રુપિયા અંબાજીમાં વોટર સપ્લાઈ, અંડરગ્રાઉન્ડ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો કરવા માટે અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીને ફાળવવામાં આવ્યા છે.
અંબાજી મંદિર અને તેની આસપાસના ગામોમાં સ્વચ્છ અને સુઘડ બને તે માટે રાજ્ય સરકારે આ રકમ ફાળવી છે. અંબાજી એરિયા ડેવલપમેન્ટ અને પિલગ્રીમ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી અંતગર્ત કુલ આઠ ગામોનો સમાવેશ થાય છે જેમાં, અંબાજી, ઝરીવાવ, ચિખલા, જેતવાસ, પાંચા, રિછડી, કોટેશ્વર અને દાંતા તાલુકાનું કુંભારિયા ગામોનો સમાવેશ થાય છે.
અંબાજી એરિયા ડેવલપમેન્ટ અને ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરીટીએ અંબાજી અને તેની આસપાસ વિસ્તારોમાં ગટર વ્યવસ્થા, પાણીની સુવિદ્યા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અંડર ગટરની રજૂઆત કરી હતી.તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 97.32 કરોડ રુપિયા મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છેકે,ધરોઈ ડેમ ટુરિઝમ અને પિલગ્રીમ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. જે 1100 કરોડ રુપિયાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ થકી અંબાજી અને તેની આસપાસ વિસ્તારો રોજગાર સાથે પ્રવાસન વિકાસ સાધવા માટે રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટિબદ્ધ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.