ગિફ્ટ સિટી એ ભારતના વિકાસનું પ્રતિબિંબ છે.- વડાપ્રધાન મોદી
નાણાકીય સહયોગની સંસ્થાઓની વધતી જતી જરૂરિયાત વિશે વાત કરતા વડાપ્રધાન મોદી GIFT સિટીની વધતી જતી સુસંગતતા પર કહ્યું હતું કે,“ગિફ્ટ સિટી અમારા સમગ્ર સરકારના અભિગમને પ્રતિબિંબિત કરે છે. અહીં કેન્દ્ર, રાજ્ય અને IFSC સત્તાવાળાઓ વિશ્વમાં શ્રેષ્ઠ નિયમનકારી વાતાવરણ બનાવવા માટે સાથે મળીને કામ કરે છે. આપણે તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય માર્કેટ પ્લેસ બનાવવાના વધુ તીવ્ર પ્રયાસો કરવા જોઈએ” તેવો આશાવાદ મોદીએ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે હવે થોભવાનો સમય નથી. “આગામી 20 વર્ષ છેલ્લા 20 વર્ષ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. વાયબ્રન્ટ ગુજરાતને 40વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત તેની આઝાદીની શતાબ્દીથી વધુ દૂર નહીં હોય.આ તે સમય છે જ્યારે ભારતે એક એવો રોડમેપ બનાવવો પડશે. જે તેને 2047સુધીમાં એક વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવશે”તેવી આશા વ્યક્ત વડાપ્રધાને કરીહતી.
વડાપ્રધાન મોદીએજણાવ્યું હતું કે “જ્યારે અમે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ એ હતો કે આ રાજ્ય દેશની પ્રગતિનું ગ્રોથ એન્જિન બને. દેશે આ વિઝનને વાસ્તવિકતા બનતા જોયું છે.”
તેમણે કહ્યું કે 2014માં ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને નિષ્ણાતો વચ્ચે પડઘોશોધી રહ્યું છે.”આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.હવે આપણે એવા વળાંક પર ઊભા છીએ, જ્યાં ભારત વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની છે.”, તેમણે કહ્યું.તેમણે ઉદ્યોગપતિઓને એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું જે ભારતને નવી સંભાવનાઓ આપવામાં મદદ કરશે. તેમણે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, એગ્રી-ટેક, ફૂડ પ્રોસેસિંગ અને શ્રી અન્નને વેગ આપવાના માર્ગોની ચર્ચા કરવા કહ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.