GovernmentNEWS

હવે ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન અને વિશ્વની ત્રીજી ઈકોનોમી બનશે- વડાપ્રધાન મોદીની ગેરંટી

આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશની જનતાને સંબોધતાં કહ્યું હતું કે, પહેલાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું, હવે આવનારા 20 વર્ષમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે તે મોદીની ગેરંટી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વની ત્રીજા નંબર ઈકોનોમી ધરાવતો દેશ બનશે. આવનારા 20 વર્ષમાં એટલે કે, દેશની આઝાદીના 100 વર્ષની ઉજવણી પહેલાં-પહેલાં ભારત દેશ આત્મનિર્ભર ભારત બનશે તેવો આશાવાદ મોદીએ વ્યક્ત કર્યો હતો.   

તદ્ઉપરાંત, મોદીએ ભારતના ઉદ્યોગ જગતના લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, આપ સૌ એવા સેક્ટર્સ અંગે વિચારો કે જ્યાંથી ભારત પોતાની નવી સંભાવનાઓનું સર્જન કરે, કે જેથી ભારત પોતાની સ્થિતિ વિશ્વફલક મૂકી શકે.

વાયબ્રન્ટ ગુજરાતના ઈતિહાસને વાગોળતાં મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે વાયબ્રન્ટ ગુજરાતની શરુઆત કરી ત્યારે અન્ય રાજ્યો કે વિદેશથી આવતા મહેમાનો રહેવાની વ્યવસ્થા કરવામાં પણ સમસ્યાઓ હતી,આવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યા છે. મોદીએ 2009 માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત અંગેના એક પ્રસંગને ટાંકતાં જણાવ્યું હતું કે, 2009માં વિશ્વમાં મંદી ચાલતી હતી ત્યારે મને અમારી ગુજરાત સરકારના અધિકારીઓએ વાયબ્રન્ટ ગુજરાતને મુલતવી રાખવાનું સૂચન કર્યુ હતું પરંતુ, મે નક્કી કર્યુ હતુ કે, વાયબ્રન્ટ ગુજરાત તો કરવું જ છે અને 2009નું વાયબ્રન્ટ ગુજરાત ખૂબ જ સફળ રહ્યું હતું.   

ઉપરાંત મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, હું હંમેશા કહેતો હતો કે, ગુજરાતનો વિકાસ એટલે દેશનો વિકાસ પરંતુ, તે સમયની કોંગ્રેસ સરકારના મંત્રી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવા માટે ના પડી દેતા હતા.તે સમયની કેન્દ્ર સરકાર વાયબ્રન્ટ ગુજરાતને સહકાર આપવાને બદલે વિદેશી રોકાણકારોને ધમકતાં હતા કે, તમે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટમાં ભાગ ના લેતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close