બુધવારે સવારે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાતના 20વર્ષ પૂર્ણોહૂતિ કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેને લઈને અમદાવાદના સાયન્સ સિટીમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદી મંગળવાર સાંજે એરપોર્ટ ઉતરશે. જ્યાં તેઓ મહિલા સમંબેનને સંબોધન કરશે. ત્યારબાદ, રાજભવન રાત્રિરોકાણ કરશે. અને બુધવારે સવારે અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ ગુજરાતની શરુઆતથી આજ દિવસ સુધી વાયબ્રન્ટ ગુજરાતની સફળતા અને પડકારો અંગે સંબોધન કરીને વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષનાં લેખાજોખાં કરશે.
મીડિયાના સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે ગાંધીનગર રાજભવનથી અમદાવાદના સાયન્સ સિટી ખાતે રોડ દ્વારા સાયન્સ સિટી આવશે. જેને લઈને આવતીકાલે સવારે કદાચ વૈષ્ણોદેવી સર્કલથી ભાડજ સર્કલ સુધીનો વડાપ્રધાન મોદી માટે રુટ નક્કી કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલ સાયન્સ સિટીમાં રોડ નિર્માણકાર્ય અને રોડ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. તેવા સમયમાં વડાપ્રધાનની સાયન્સ સિટી મુલાકાત હોવાને કારણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ સાયન્સ સિટીનો રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે સાધે રોડ પર ટ્રાફિક પટ્ટા પણ દોરવામાં આવી રહ્યા છે.આ રીતે વડાપ્રધાનની સાયન્સ સિટીની મુલાકાતે સાયન્સ સિટીની સુંદરતા વધી ગઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.