HousingInfrastructureNEWS

વૈષ્ણોદેવી વિસ્તાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન, મકાન ખરીદવાની ઉત્તમ તક  

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસ.જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના વિસ્તારો રિયલ એસ્ટેટ માર્કેટ ટોક ઓફ ધ ટાઉન છે. વૈષ્ણોદેવી સર્કલ પર અમદાવાદ શહેરના બે મહત્વના ગ્રુપ શિવાલિક ગ્રુપ પોતાનું કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણ કરી રહ્યું છે, તો તેની સામે મહેસાણાનું જાણીતું ટ્રોગન ગ્રુપ આઈકોનિક કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણ કરી રહ્યું છે અને તેની ક્રોસમાં કે. ડી. હોસ્પિટલ આવેલી છે. આ રીતે સર્કલની ચારેય દિશાઓનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વૈષ્ણોદેવી સર્કલ મકાન ખરીદનારાઓ અને રોકાણકારો માટે કેવી રીતે ઉપયોગી અને ફાયદાકારક છે તે વૈષ્ણોદેવી સર્કલની આસપાસ પ્રોજેક્ટ ડેવલપર્સ ગ્રુપ જણાવી રહ્યા છે.

અમદાવાદના એરિસ્ટો ગ્રુપના ડાયરેક્ટર પૂર્વ પટેલ જણાવે છે કે, રિલાયન્સ ગ્રુપ, અદાણી ગ્રુપ, મારુતિનું કોર્પોરેટ હાઉસ, ઝાયડસ્ ગ્રુપ અને ગોકુલ ગ્રુપ સહિત અન્ય મોટા કોર્પોરેટ હાઉસ વૈષ્ણોદેવી સર્કલથી 5 મિનિટના અંતરે છે. ગુજરાતના પટેલ સમાજ મહત્વની ગણાતી બે સંસ્થા વિશ્વ ઉમિયાધામ અને સરદારધામ અહીં આવેલી છે. વૈષ્ણોદવી સર્કલથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર જવા માટે સીધી કનેક્ટિવીટી છે. સ્કૂલ, કોલેજો, રેસ્ટોરેન્ટસ્, હોટેલ પણ અહીં ઉપલબ્ધ છે, આવા પરિબળોને જોતાં, વૈષ્ણોદેવી સર્કલની આસપાસમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવા અને રોકાણ કરવા માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે.

વૈષ્ણોદેવી સર્કલની આસપાસ હાલ શિવાલિક ગ્રુપ,  એરિસ્ટો ગ્રુપ, ટ્રોગોન ગ્રુપ, બાલાજી ગ્રુપ, શાલીગ્રામ ગ્રુપ, ગણેશ ગ્રુપ, સ્વર્મિણ-ધરતી ગ્રુપ, એ શ્રીધર ગ્રુપ, પાર્ક વ્યૂં ગ્રુપ, સોહમ ગ્રુપ, હોમ ટાઉન ગ્રુપ જેવા અનેક ડેવલપર્સ ગ્રુપ અહીં પોતાના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણ કરી રહ્યા છે તે જોતાં, અહીં મકાન ખરીદનાર અને રોકાણકર્તાઓ માટે ઉત્તર સ્થળ માનવામાં આવી રહ્યું છે.

વૈષ્ણોદેવી સર્કલ અને તેની આસપાસ વિસ્તારમાં અંદાજે નિર્માણાધીન અને પૂર્ણ થયેલા 50 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હશે અને હજુ પણ કેટલાક ડેવલપર્સ વૈષ્ણોદેવી વિસ્તારમાં જમીન લઈ રહ્યા છે. નોંધનીય છે કે, ટી.પી. 63માં આવેલા વૈષ્ણોદેવી વિસ્તારમાં ખોરજ, ખોડિયાર, જાસપુર, છારોડી, ત્રાગડ ગામનો સમાવેશ થાય છે. અહીં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે તેમાં પ્રતિ વારે રુપિયા 38000-40,000 ભાવ ચાલી રહ્યો છે, જે આવનારા સમયમાં 50,000 પ્રતિ વારે થઈ શકે છે, જેથી હાલમાં વૈષ્ણોદવી સર્કલની આસપાસ મકાન ખરીદશો તો લાભદાયી રહેશે તેવી સ્વર્ણિમ-ધરતી ગ્રુપના ડાયરેક્ટર અમિત પટેલ અને નિકુંજ પટેલ જણાવી રહ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close