InfrastructureNEWS

મિઝોરમમાં નિર્માણાધીન રેલ્વે બ્રિજનો ગડર તૂટતાં, 17 મજૂરોનાં મોત, ફરી એકવાર ગુણવત્તા પર સવાલ

મિઝોરમમાં આજે એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડતાં 17 મજૂરોનાં મોત થયાં છે. પીટીઆઈના જણાવ્યાનુસાર, મિઝોરમની રાજધાની આઈજોલથી 21 કિલોમીટર દૂર સાયરંગમાં સવારે 10 કલાકે  બ્રિજનો ગડર તૂટી પડતાં બ્રિજ ધરાશાયી થયો હતો. તે દરમિયાન 40 થી 50 મજૂરો કામ કરી રહ્યા હતા.

આ બ્રિજ બૈરાબી થી સાયરંગને જોડતી કુરંગ નદી પર નિર્માણ પામી રહ્યો હતો. મિઝોરમના મુખ્યમંત્રી જોરામ થાંગાને જાણ થતાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરાવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લખેનીય છે કે, ત્રીજા અને ચોથા પિલ્લર વચ્ચેનો ગડર તટૂ પડતાં 341 ફૂટની ઊંચાઈથી નીચે પડતાં આ ઘટના સર્જાઈ છે. આ બ્રિજમાં કુલ 4 પિલ્લર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: relax
Back to top button
Close