2023માં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતમાં 21 ટકાનો વધારો નોંધાયો.
ખરીદીના વ્યવહારો પૂર્ણ કરવાની ઉતાવળથી નાણાંકીય વર્ષ 2023 દરમિયાન સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી દ્વારા 10,639 કરોડની આવક થઈ હતી. જે અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીએ 21.49 ટકા વધુ છે. ક્રેડાઈના અંદાજો સૂચવે છે કે, ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2023 દરમિયાન એક વર્ષમાં સૌથી વધુ દસ્તાવેજો નોંધાયા હતા, જે 16.28 લાખ હતા.
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 35 હજાર મકાનોનું વેચાણ થયુંછે. જેનાથી રાજ્યની સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની આવકમાં વધારો થયો છે. 2022-23 કોવિડ મુક્ત વર્ષ હોવાથી અને અંકદરે મિલકત ખરીદી માટેનું હકારાત્મક વર્ષ તરીકે સાબિત થયું છે. સાથે સાથે રાજ્ય સરકારે જંત્રીમાં કરેલા ભાવવધારાને કારણ કે, દસ્તાવેજોની નોંધણી ખૂબ જ ઝડપી થવાથી પણ 2023નું વર્ષ રિયલ એસ્ટેટ માર્કેટમાં સારુ વર્ષ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા