કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે સાયન્સ સિટીના કલ્હાર એક્ઝોટિકા બંગ્લોઝ ખાતે 15 હજાર વૃક્ષોના આયોજનનું થશે ઉદ્દઘાટન.
આવતીકાલથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે.આવતીકાલે કચ્છના કોટેશ્વર મહાદેવ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. અને 13 ઓગસ્ટના રોજ અમદાવાદના સોલા ખાતે GMERS હોસ્પિટલમાં MRI મશીનનું લોકાર્પણ કરશે. તે દરમિયાન, સવારે 9-30 કલાકે સાયન્સ સિટીમાં આવેલા કલ્હાર એક્ઝોટિકા બંગ્લોઝ ખાતે 15 હજાર વૃક્ષોના વાવેતર માટેના આયોજનનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે વિવિધ સોસાયટીના સભ્યો અને ક્રેડાઈ-ગાહેડના મેમ્બર્સ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હરિત ક્રાંતિ લાવવા અને આવનારી પેઢીને હરિયાળા અમદાવાદની ભેટ આપવા સંસ્થાના સભ્યોના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ પૈકી 400 જેટલી સોસાયટીઓમાં અંદાજે 15 હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરેલું છે.જેનું ઉદ્દઘાટન અમિત શાહના વરદ હસ્તે થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.