GovernmentInfrastructureNEWSPROJECTS
તાપી જિલ્લામાં મીંઢોળા નદી પર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો, ઉદ્દઘાટન પહેલાં બ્રિજ પહેલાં જ તૂટી પડ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં આવેલા મીંઢોળા નદી પરનો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં તેના જવાબદાર કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. અને કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરી છે. અને આ સમગ્ર ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે.
બ્રિજના બાંધકામમાં કોંક્રિટની યોગ્ય ગુણવત્તા ન જાળવવા માટે આ પુલના સુરતના ઈજારદાર અક્ષય કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે 10 કલાકની આસપાસ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રિજને વચ્ચેથી સ્લેબ તૂટી પડ્યો હતો. જો કે, કોઈ જાનહાનિ માલૂમ પડી નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.