વડાપ્રધાન મોદી આવતીકાલે કરશે નવા સંસદભવનનું ઉદ્ઘઘાટન, નવું સંસદભવન બનશે નવિન અને આત્મનિર્ભર ભારતનું સાક્ષી
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદભવનનું ઉદ્દઘાટન કરશે. સાથે સાથે લોકસભા સ્પીકરની બેઠક નજીક ભારતની પરંપરા અને ધરોધર સમા રાજદંડ(સેંગોલની સ્થાપના કરશે. આ સાથે જ વિશ્વની મહાન લોકશાહી ધરાવતા ભારત દેશનું લોકશાહીના મંદિર નવા સંસદભવન ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં જણાવ્યું હતું કે, જૂના સંસદભવને સ્વતંત્ર ભારતને દિશા આપી, તો નવું સંસદભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. જૂના સંસદભવનમાં દેશની જરુરિયાતોને પૂર્ણ કરવાનાં કામ થયાં તો, નવા સંસદભવનમાં 21મી સદીના આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.
શા માટે નવા સંસદભવનના નિર્માણની અનિવાર્યતા ?
વર્તમાન સંસદભવનનું નિર્માણ 100 વર્ષ પહેલાં થયું હતું. જેથી તેમાં જરુરિયાતો અને સુવિદ્યાઓ મુજબ અનેકવાર રિપેર અને રીનોવેટ કર્યુ છે. પરંતુ હવે જૂના માળખામાં વધુ બેઠકો બનાવવી મુશ્કેલ હતું તેમજ તેના ઓડિયો-વિડીયો સહિત અનેક ટેકનિકોમાં સુધારો કરીને અપટેડ કરવું ખૂબ મુશ્કેલ હતું. જેથી નવું સંસદભવન નિર્માણ કરવું એ 21મી સદી માટે વિકલ્પ નહીં પરંતુ ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત માટે જરુરિયાત બની ગયું હતું.
“એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાર્થક કરતું નવું સંસદભવન 862 કરોડના ખર્ચે અને 64,500 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યુ છે. જેનું નિર્માણ ટાટા પ્રોજેકેટસ્ લિમિટેડે કર્યુ છે તો, તેની ડીઝાઈન ગુજરાત સહિત દેશના નામાંકિત આર્કિટેક્ટ અને પદ્મશ્રી ડૉ. બિમલ પટેલે કર્યુ છે. ભારતની પૌરાણિક અને સાંસ્કૃતિ વારસોનાં દર્શન કરાવતું ત્રિકોણીય આકારમાં નવું સંસદભવન નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવું સંસદભવન સંસદમાર્ગ પર આવેલા પ્લોટ નંબર 118 પર નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ખાતમુર્હૂત 1 ઓક્ટોબર-2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણકાર્ય 10 ડીસેમ્બર-2020ના રોજ શરુ કર્યુ હતું. બે વર્ષ એટલે 24 મહિનામાં સંસદભવનનું નિર્માણકાર્ય પૂર્ણ કરવાનું હતું પરંતુ, કોવિડને કારણે તે શક્ય બન્યું ન હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા