ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા હાઈવે પર અકસ્માત ટાળવા લગાવાયા રોલર ક્રશ રોડ બેરિયર
ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા હાઈવે પર અકસ્માતને ટાળવા માટે રોલર ક્રશ રોડ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક કાર્યપાલક ઈજનેર આર.એમ. પટેલ જણાવે છે કે, વઘઈ-સાપુતારા હાઈવે પર રોલર ક્રશ રોડ બેરિયર લગાવવાની કામગીરી પુરી થઈ છે. અને થોડાક દિવસો પહેલાં આ રોલર ક્રશ રોડ બેરિયરને કારણે એક રોડ અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો હતો. તે પરથી આપણે કહી શકીએ કે, રોલર ક્રશ રોડ બેરિયર રોડ અકસ્માત ટાળવા માટે આર્શિવાદરુપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રોડ- ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના મંત્રી નિતીન ગડકરીના જણાવ્યાનુસાર, દર વર્ષે 1,50,000 કરતાં વધારે લોકો રોડ અકસ્માતમાં મોત પામે છે. પરિણામે, રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યકિતના પરિવાર સાથે દેશના આર્થિક વિકાસ પર માઠી અસરો પડે છે. જેને અંકુશ લાવવા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા આ પ્રકારના રોડ ક્રશ બેરિયર લગાવવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.