GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development

24 એપ્રિલે સેલવાસમાં વડાપ્રધાન મોદી કરશે NAMO Medical Collageનું ઉદ્દઘાટન,ગુજરાતની શાંતિ પ્રોકોને નિર્માણ કરી કોલેજ   

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલ-2023 અને સોમવારના રોજ કેન્દ્રશાસિત સંઘપ્રદેશ સેલવાસ ખાતે નિર્માણ પામેલી નરેન્દ્ર મોદી(NAMO)મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કરશે. આ મેડિકલ કોલેજની શરુઆતની સાથે સેલવાસ અને તેની આસપાસના હજારોની સંખ્યામાં લોકોને સારીમાં સારી તબિબિ સેવાઓ તેમજ આસપાસના વિદ્યાર્થીઓને દાક્તરી ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટેની ઉત્તમ તકો મળશે.

ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની શાંતિ પ્રોકોને નમો મેડિકલ કોલેજ નિર્માણ કરી છે. ત્યારે શાંતિ પ્રોકોનના સીએમડી મનસુખ દેવાણી જણાવે છે કે, સેલવાસમાં નિર્માણ પામેલી NAMO મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો પ્રોજેક્ટ માટે અમારી કંપનીને એન્જિનિયરીંગ સેવાઓ પ્રદાન કરવાની અમને તક મળી છે તેનો અમને ગર્વ છે. જ્યારે આ પ્રોજેક્ટનું ડીઝાઈનિંગ અને પ્લાનિંગ ગુજરાતની નામાંકિત આર્કિટેક્ટ કંપની HCP Design planning and management pvt. ltd. એ કર્યું છે. જ્યારે આ મેડિકલ કોલેજનું PMC Torsion engineering and consultant ના મુખ્ય સ્ટ્રક્ચરલ એન્જિનીયર વસંત સોનીએ કર્યું છે અને સ્ટ્રક્ચર ડીઝાઈનિંગ પાર્વતી ટેક્નો કન્સલ્ટન્ટ કંપનીના ઋષિકેશ પટેલે કર્યુ છે.

આ પ્રોજેક્ટ, ડીએનએચ સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્રનું નિર્માણ, સેલવાસ  ડીએનએચ (યુ.ટી.) ખાતે સ્થિત યુટી ડીએનએચની સરકારનો મહત્વનો પ્રોજેક્ટ છે. 25 એકર જમીનમાં ફેલાયેલા લીલાછમ વિસ્તારના વિકાસ સાથે સમકાલીન આર્કિટેક્ચર અને ઉચ્ચ ભાર સુવિધાઓ સાથે મેડિકલ કોલેજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં ફેકલ્ટીઓ અને મેડિકલ કોલેજ સ્ટાફ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગ, પેરામેડિકલ કોલેજ બિલ્ડિંગ, ડીન બંગલો, રહેઠાણ (3,2,1 BHK હાઈ રાઈઝ ફ્લેટ્સ), લાઈબ્રેરી બિલ્ડિંગ, ક્લબ હાઉસ, એમ્ફીથિયેટર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યુટિલિટી બિલ્ડિંગ અને વિદ્યાર્થી છાત્રાલયનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં દેશભરમાં સારી તબીબી અને આરોગ્ય સેવાઓ આપવા ભારત સરકાર મેડિકલ ટુરીઝમ અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં સર્વોચ્ચ અને આધુનિક સુવિદ્યાઓ સાથે મેડિકલ કોલજો અને  હોસ્પિટલો નિર્માણ કરી રહ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે સેલવાસમાં 25 એકર જમીન પર નિર્માણ પામેલી NAMO Medical Collage નિર્માણ કરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close