ભારતમાં 2030 સુધીમાં 25 મિલિયન અર્ફોડેબલ આવાસોની જરુરિયાત છે. – નારેડકોનો અહેવાલ
25 million affordable housing units required by 2030 : Report. builtindia
નારેડકો અને ઈ એન્ડ વાયના અહેવાલના જણાવ્યાનુસાર, ભારતીય રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ 2030માં 1 ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચશે તેવી પ્રબળ સંભાવના છે. 2021માં ભારતીય રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્ય 200 બિલિયન ડૉલર હતું, જે 2030માં 1 ટ્રિલિયન અમેરિકન ડૉલર થશે તેવું અહેવાલના સંસોધનમાં જણાવ્યું છે. અને 2030 માં રિયલ એસ્ટેટ સેક્ટર ભારતના કુલ જીડીપીમાં 18 થી 20 ટકાનો હિસ્સો ધરાવતું હશે.
વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં હજુ પણ 10 મિલિયન મકાનોની માંગ છે અને એર્ફોડેબલ મકાનોની માંગ 25 મિલિયન છે. વધુમાં રિપોર્ટમાં ટર્મ લોન અને કન્સ્ટ્રક્શન ફાઈનાન્સ અંગે જણાવ્યું છે કે,ટર્મ લોન પ્રોજેક્ટના 30-35 ટકા જ ઉપલબ્ધ હોય છે. જેથી, પ્રોજેક્ટ ચલાવવા મુશ્કેલ પડે છે. સાથે સાથે પ્રોજેક્ટ અંગેની પરવાનગીમાં વિલંબ, જમીન સંપાદિતના પરવાનગીઓ અને ધીમું પ્રિ-સેલ જેવા પરિબળો પ્રોજેક્ટને વધુ વિલંબમાં મૂકે છે.
ઉલ્લેખનીય છે કે, નારેડકો ફાઈનાન્સ કૉન્ક્લેવમાં રિયલ એસ્ટેટ સેક્ટરને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. સાથે સાથે ડેવલપર્સ અને નારેડકો વચ્ચે 15 બિલિયનના એમઓયુ થયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments