GovernmentInfrastructureNEWSPROJECTS

હવે ફોસ્ફર અને જિપ્સમમાંથી નિર્માણ પામી શકે છે નેશનલ હાઈવે

NHAI considering using Phosphor-Gypsum to build roads.

કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને પરિવહન મંત્રાલય, ગ્રીન ગ્રોથ માટે અને કાર્બન ઈમિશનમાં ઘટાડો કરવા આવનારા સમયમાં દેશમાં નિર્માણ પામતા નેશનલ હાઈવેમાં ફોસ્ફર અને જિપ્સમનો ઉપયોગ કરવા વિચારણા કરી રહ્યું છે. કારણ કે, તેની કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી આવે છે સાથે સાથે તેની મજબૂતાઈ પણ સારી છે, જેથી આ પ્રકારના પદાર્થોનો ઉપયોગ રોડ નિર્માણમાં કરવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્રયાસશીલ છે.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ફર્ટીલાઈઝર ડીપાર્ટમેન્ટ સંયુક્ત સાહસમાં આવનારા દિવસોમાં તેનો ટ્રાયલ કરશે અને આ અંગે કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી છે.

શું છે ફોસ્ફર અને જિપ્સમ

ફોસ્ફર અને જિપ્સમ એ ખાતરનું ઉત્પાદન દરમિયાન નિકળતી આડ પેદાશ છે. એક ખાતર બનાવતી ભારતીય કંપનીએ, પહેલાં ફોસ્ફર અને જિપ્શમમાંથી રોડ બનાવ્યો હતો અને તેનું મૂલ્યાંકન સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કર્યું હતું. તેના તારણોના આધારે  ઈન્ડિયન રોડ કોંગ્રેસે, ત્રણ વર્ષના સમયગાળા માટે રોડ નિર્માણ માટે ફોસ્ફર અને જિપ્સમ જેવી આડ પેદાશનો ઉપયોગ કરી શકાય તેવી મ્હોર મારી છે.

Show More

Related Articles

Back to top button
Close