ગુજરાત રેરાના ચેરમેનની નિમણૂક જલદી કરો, રિયલ એસ્ટેટ ડેવલપર્સની માંગ
Appoint Gujarat RERA chairman soon, demand real estate developers.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી(RERA)ના ચેરપર્સનની પોસ્ટ છેલ્લા દોઢ મહિનાથી ખાલી છે, અને આ પોસ્ટ પર હજુ સુધી કોઈ જ અધિકારીની નિમણૂક કરાઈ નથી. પરિણામે, રિયલ એસ્ટેટ ડેવલપર્સને નવા પ્રોજેક્ટોને રેરા નોંધણીના નંબરો હજુ મળ્યા નથી અને પ્રોજેક્ટનું કામ વિલંબમાં પડ્યું છે. જેથી રીયલ એસ્ટેટ ડેવલપર્સની માંગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર રેરાના ચેરમેન અને અન્ય બે સભ્યોની તાત્કાલિક ધોરણે નિમણૂક કરે, તો રીયલ એસ્ટેટ માર્કેટને વેગ મળે.
CREDAI અમદાવાદના પ્રમુખ તેજસ જોષીએ જણાવ્યું હતું કે, “જાન્યુઆરીના મધ્યભાગથી કોઈપણ નવા પ્રોજેક્ટને RERA નોંધણી નંબર આપવામાં આવ્યો નથી. કારણ કે ઓથોરિટી પાસે સંપૂર્ણ સમિતિ નથી. અમારી માંગ છે કે પ્રોજેક્ટની મંજૂરીની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ 150 પ્રોજેક્ટ્સે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે પરંતુ હજુ પણ નોંધણી નંબરો મળ્યા નથી અને 250 કરતાં પણ વધુ ફરિયાદો પેન્ડિંગ પડી છે.જેથી તેની માર્કેટ પર તેની માઠી અસરો પડી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત રેરાના અધ્યક્ષનું પદ નવેમ્બર 2022થી ખાલી પડ્યું છે, જ્યારે અમરજીતસિંહ નિવૃત થયા હતા તે પછી રેરા સભ્ય ડીપી જોશી પણ નિવૃત થયા. તેથી ઓથોરીટી પાસે હાલમાં માત્ર એક જ સભ્ય છે. નિયમોનુસાર, ફક્ત ચેરમેન અને બે રેરા સભ્યો જ પ્રોજેક્ટને મંજૂરી આપી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
5 Comments