HousingInfrastructureNEWS
સાયન્સ સિટીમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધસી પડી, કોઈ જ જાનહાનિ નહી.
An under construction site wall collapsed in Science City, no casualties.
અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટીમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ પડી જવાની ઘટના બની છે. જોકે, સદ્દનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. બંને બિલ્ડિંગો વચ્ચે અંદાજિત 8 મીટરથી વધારે જ અંતર હશે. જેથી, બાજુની બિલ્ડિંગને પણ કોઈ જ નુકસાન થયું ન હતું. કારણ કે, બાજુની બિલ્ડિંગમાં ડાયાફ્રેમ દિવાલ બનાવેલી હતી જેનો લાભ બંનેને થયો.
નોંધનીય છે કે, બાજુના બિલ્ડિંગમાં ડાયાફ્રેમ વોલ બનાવવામાં આવી હતી, જેથી બાજુની બિલ્ડિંગ સહિત સામેની નિર્માણાધીન સાઈટને પણ કોઈ જ નુકસાન થયું નથી. ડાયાફ્રેમ વોલ બનાવવાનો આ એક મોટો હકારાત્મક ફાયદો થયો છે. જેથી દરેક ડેવલપર્સે પોતાની કંપનીની ક્રેડિટ, મંજૂરોના જીવનનું રક્ષણ સહિત આસપાસની બિલ્ડિંગોના હિતને ધ્યાનમાં રાખીને ડાયાફ્રેમ વોલ નિયમ મુજબ બનાવવી ખૂબ જ જરુરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments