સાયન્સ સિટીની પાછળ આવેલો સાયન્સ પાર્ક બનશે પ્રિમીયમ રેસિડેન્શિયલ એરિયા
New Science Park behind Science City will be a premium residential area in Ahmedabad.
અમદાવાદ શહેરનો પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટી નજીક સાયન્સ પાર્ક નામનો એક નવીન રેસિડેન્શિયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે.
સાયન્સ પાર્ક એક સ્પેશિયલ રેસિડેન્શિયલ એરિયા છે, કે જે સાયન્સ સિટી અને થલતેજ, શીલજ, સિધું ભવનની વચ્ચે આવેલો છે. આથી અહીં આવનારા સમયમાં પ્રિમિયમ એપાર્ટમેન્ટ માટેનું એક નવું ડેસ્ટિનેશન બનશે. જેથી જો આપ સાયન્સ સિટી નજીક આશિલાન મકાન શોધી રહ્યા હોય તો, એક વાર જરુર સાયન્સ પાર્કની મુલાકાત કરો.
અંદાજિત 3 ચો. કિ.મી. વિસ્તારમાં પથરાયેલી ટીપી 301માં સાયન્સ પાર્ક છે. જેમાં સાયન્સ સિટીના પાછળનો ભાગ પ્રિમિયમ સાયન્સ પાર્ક કહેવાય છે, જે અંદાજિત 1 ચો. કિ.મી.માં વિસ્તરેલો છે. અમદાવાદના જાણીતા ડેવલપર્સ ગ્રુપ, એ. શ્રીધર ગ્રુપ, ઓરિયન ગ્રુપ, ગ્રીન વોલ ગ્રુપ અને સહજાનંદ ગ્રુપે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મૂક્યા છે. હાલ અહીં 3, 4 અને 5 BHK પ્રિમિયમ ફ્લેટ નિર્માણ પામી રહ્યા છે.
સાયન્સ પાર્ક: ટીપી નંબર-301
સાયન્સ પાર્કમાં પ્રોજેક્ટ નિર્માણકર્તા ડેવલપર્સના જણાવ્યાનુસાર, ટી.પી. 301 અંદાજિત 3 ચોરસ કિલોમીટરમાં વિસ્તારાયેલી છે જે પૈકી પ્રિમિયમ સાયન્સ પાર્ક 1 ચોરસ કિલોમીટર એરિયામાં ફલાયેલો છે. અહીં રાજ્ય સરકારે 3.6 FSI આપેલી છે જૈ પૈકી 1.8 ફ્રી FSI છે જ્યારે 1.8 ચાર્જેબલ છે. જેથી અહીં 45 મીટરની ઊંચાઈ ધરાવતા મકાનો એટલે કે, 22થી વધારે માળ ધરાવતા એપાર્ટમેન્ટ બનશે. તેમજ સમગ્ર ટીપીમાં 36 મીટરની પહોળાઈ ધરાવતા રોડ નિર્માણ પામી રહ્યા છે.
સરદાર પટેલ રીંગ રોડ ટીપી-301ને બે ભાગમાં વિભાજિત કરે છે. જે પૈકી પ્રિમિયમ હિસ્સો સાયન્સ પાર્ક છે. જેમાં અંદાજિત 85 જેટલા નાના પ્લોટ આવેલા છે. સાયન્સ સિટીની પાછળ આવેલો સાયન્સ પાર્કમાં 15 રેસિડેન્શિયલ સ્કીમોને રજાચિઠ્ઠી મળી તેવી સંભાવના છે.
સાયન્સ પાર્કમાં હાલ જમીનનો ભાવ પ્રતિ વારે 2 લાખ છે. જેથી અહીં નિર્માણ પામી રહેલા પ્રિમિયમ એપાર્ટમેન્ટની કિંમત પણ ઊંચી છે. એક અંદાજ મુજબ હાલ સાયન્સ પાર્કમાં પ્રતિ ચોરસ ફૂટ 6000 થી 6500 રુપિયાનો ભાવ ચાલે છે, જે હજુ સાયન્સ સિટી, થલતેજ અને સિધુંભવનની તુલનામાં ઓછો છે. જે આવનારા 2 વર્ષમાં તેના કરતાં પણ વધારે થાય તો નવાઈ નહીં.
હાલ સાયન્સ સિટીમાં ફ્લેટનો પ્રતિ ચોરસ ફૂટે 7000-9000 રુપિયા, થલતેજમાં 8500-9500 રુપિયા અને સિંધુભવનમાં 10000 રુપિયા પ્રતિ ચોરસ ફૂટ ફ્લેટનો ભાવ ચાલી રહ્યો છે. અહીં એક મહત્વની વાત છે કે, જો આપ મકાન ખરીદવા માંગતા હોય તો, ઉપરોક્ત વિસ્તારો જેવી સુવિદ્યાઓ સહિત આલિશાન એપાર્ટમેન્ટ આપ સાયન્સ પાર્કમાં ખરીદી શકો છો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments