HousingInfrastructureNEWSUrban Development

અર્બન સિવીક સંસ્થાઓને સરકાર દ્વારા મળતું ફંડ આપતી સિસ્ટમ ધીમે ધીમે થશે બંધ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

The system of state government and Union government providing grants will gradually be phased out : CM Bhupendra Patel

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું છે કે, શહેરી વિકાસ સત્તામંડળ, કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પાલિકાઓ સહિત સંસ્થાઓ પોતાની જાતે આવક પેદા કરવાની પદ્ધતિઓ ઘડવાનું કહ્યું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભંડોળ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર આધારિત નાગરિક સંસ્થાઓનું મોડેલ ટકાઉ નથી.

વધુમાં ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોના ચૂંટાયેલા નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનુદાન આપતી સિસ્ટમ ધીમે ધીમે બંધ કરવામાં આવશે.

તેમણે શહેરી નાગરિક સંસ્થાઓને એવા માધ્યમો ઘડવા માટે પણ કહ્યું કે જેના દ્વારા તેઓ વિકાસ પ્રોજેક્ટ્સને નાણાં આપવા માટે વધારાની આવક પેદા કરી શકે. ઉલ્લેખનીય છે કે, આવક વધારવા માટે સરકારના સૂચનો પૈકી શહેરી નાગરિક સંસ્થાઓ કરમાં સમયાંતરે વધારો, કરની અસરકારક વસૂલાત અને આવકના અન્ય સ્ત્રોતો છે.

શહેરી નાગરિક સંસ્થાઓને તેમના શાસનને વધુ અસરકારક બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે, જો તેઓ સારુ પર્ફોર્મન્સ નહી કરે તો સરકાર તરફથી મળતી ગ્રાન્ટ્સ ગુમાવશે. “મોટાભાગની શહેરી નાગરિક સંસ્થાઓ તેમની કામગીરી માટે સરકારી અનુદાન પર આધાર રાખે છે, જેથી મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ચૂંટાયેલા નેતાઓને કહ્યું કે હવે દૃશ્ય બદલાશે. 

સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, જો કે હાલ કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, તેમ છતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડતી સરકારની સિસ્ટમ ધીમે ધીમે થશે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close