Civil EngineeringHousingResidential

શું તમે જાણો છો ? “નાળિયું” શબ્દ રીયલ એસ્ટેટ માર્કેટમાં ખૂબ જ પ્રચલિત !

Do you know ? "Nadia" word is very popular in real estate market !

રીયલ એસ્ટેટ માર્કેટમાં નાળિયું(ગામડાના ખેતર વચ્ચેનો સાંકડો રસ્તો)શબ્દ, બિલ્ડર્સ, જમીન દલાલો કે અન્ય રોકાણકાર બિઝનેસમેનોમાં પ્રચલિત હોય છે. પરંતુ, ઘણીવાર નાળિયું અંગે પૂછવામાં આવે કે, નાડિયા એટલે શું તો ઘણા લોકોને તેની ખબર હોતી નથી. ત્યારે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને નાડિયું કે નાળિયા શબ્દ અંગે જાણકારી આપવાનો એક પ્રયાસ કર્યો છે.

નાળિયું શબ્દ ગુજરાતના અલગ અલગ જિલ્લા કે વિસ્તારોમાં અલગ અલગ શબ્દથી ઓળખાય છે. મહેસાણા જિલ્લામાં મોટાભાગે નેળિયું, તો, અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં નાડિયું કહેવાય છે. નાડિયા શબ્દની પરિભાષા કરી તો, ગાયકવાડ વખતમાં ગ્રામિણ વિસ્તારોમાં દરેક ખેડૂતના ખેતરમાં જવાનો એક પ્રકારનો સરકારી દફ્તરે નક્કી કરેલા કાચો રસ્તો. કે જે દ્વારા દરેક ખેડૂત પોત પોતાના ખેતરમાં માલ-સામાન, ધાન્યને લાવવા કે લઈ જવા માટે વપરતા બળદ ગાડા, ટેક્ટર, હળ સહિતના સાધનો કે વાહનો માટે ઉપયોગ કરવામાં આવતો હતો.  

સામાન્ય રીતે જ્યારે બિલ્ડર્સ કે કોઈ બિઝનેસ જમીન ખરીદતો હોય ત્યારે જમીન દલાલો કે રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ જૂની કે નવી શરતની કાચી જમીન દૂર દૂરના ગામડાં કે જ્યાં સરકારના પ્રોજેક્ટો આવતા હોય તેવા પ્રોજેકટોની આસપાસથી પ્રસાર રોડ- હાઈવે પરની જમીનનું ટ્રેડીંગ કરતા હોય છે. તે દરમિયાન સામાન્ય રીતે ડીલ વખત આ શબ્દ વપરાય છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close