Civil EngineeringHousingInfrastructureNEWSUrban Development

2022ના વર્ષમાં મકાનોની માંગ 50 ટકા સુધી વધી : અહેવાલ

Housing demand to increase by 50 percent by 2022: Report

2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ મજબૂત માંગના આધારે આઠ મોટા શહેરોમાં ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન હાઉસિંગ વેચાણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 80770 યુનિટ થયું છે. જે ગતવર્ષના સમાન ગાળામાં વેચાણ 67,890 યુનિટ હતું.

હાઉસિંગ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર.કોમના રીયલ ઇનસાઇટના અહેવાલ મુજબ, 2021માં વેચાયેલા 205940 એકમોની સરખામણીએ આઠ મોટા શહેરોમાં આ વર્ષ દરમિયાન હાઉસિંગનું વેચાણ 50 ટકા વધીને 308940 યુનિટ થયું છે.

મકાન ડોટ કોમ, હાઉસિંગ ડોટ કોમ અને પ્રોપટાઇગર ડોટ કોમના ગ્રૂપ સીએફઓ વિકાસ વાધવને જણાવ્યું કે હોમ લોનના વ્યાજ દરોમાં સતત વધારો થવા છતાં ગ્રાહકો મોર્ટગેજ વ્યાજ દરો વિશે ચિંતા કરવાને બદલે નીચા ભાવમાં ખરીદી કરવામાં રસ ધરાવે છે.” અહેવાલ મુજબ અમદાવાદમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં હાઉસિંગનું વેચાણ 23 ટકા વધીને 6,640 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 5420 યુનિટ હતું.

2022માં વેચાણ 62 ટકા વધીને 27310 યુનિટ થયું હતું જે ગયા વર્ષે 16880 યુનિટ હતું. 2022 દરમિયાન નવા લોન્ચ વધુ મજબૂત થયા છે અને કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન કુલ 431510 નવા ઘરો સાથે 101% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.બેંગલુરુમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં હાઉસિંગ વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close