ઈંટ પરના 12% GSTમાં ઘટાડો કરવા, ઈંટ ઉત્પાદકોની સમસ્યાનો ઉકેલ લાવો-દિનેશ અનાવાડિયાની સંસદમાં માંગ
Reduce 12% GST on Red bricks, solve problem of red brick makers: Dinesh Anawadia demands in Parliament.

આજે સંસદ સત્રના પ્રશ્નકાળમાં, રાજ્યસભામાં ગુજરાત ભાજપના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ, ઈંટ પર લાદેલા 12 ટકા જીએસટી અને ઈંટ ઉત્પાદકોને પડતી સમસ્યાઓ અંગે ગૃહમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ઈંટ પર જીએસટી વધુ લાદવાથી ઈંટની કિંમતમાં વધારો થયો છે.


વધુમાં તેમણે જણાવ્યું છે કે, ઈંટનું ઉત્પાદન કરતા ઈંટ ઉત્પાદકો, તેની સાથે કામ કરતા મજૂરો અને ઈંટ ઉદ્યોગને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેથી, કંમ્પોઝિશન સ્કીમ અંતર્ગત 1 ટકા અને રેગ્યુલર સ્કીમ અંતર્ગત 5 ટકાના જૂના દરો લાગુ કરવાની માંગ કરી છે. તેમજ જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ વિભાગીય મંત્રી સમક્ષ માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઈંટ મકાન બનાવવા માટેની એક અભિન્ન અંગ છે. ત્યારે સરકાર ઈંટ પર 12 ટકા જીએસટીનું ભારણ લાદી રહી છે તે ખરેખર મકાન બનાવનાર ડેવલપર, ઈંટ ઉત્પાદકો અને મકાન ખરીદનાર આ ત્રણેય માટે ભારણ છે. જેથી કેન્દ્ર સરકાર ઈંટ પર લાદેલો વધુ પડતો જીએસટીમાં ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાઉસિંગ ફોર ઓલના સ્વપ્નને વેગ આપો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments